________________
રણોપનિષત્ શ્લોક-૩ : શુદ્ધ આત્મભાવના વિરહમાં કર્તવ્ય છે
द्रव्याद्यसम्पत्तौ तु शुद्धात्मलाभसम्भवाभावः, तत्सम्पत्तिप्रतिपालनमेव च कर्तव्यतयावशिष्यते, तस्मिन्नवस्थाविशेषे यदुचितं तद्धेतुगर्भितप्रतिवस्तूपमया दर्शयन्नाह - वरं व्रतैः पदं दैवं नाव्रतैर्बत नारकम् । छायातपस्थयोर्भेदः प्रतिपालयतोर्महान् ॥३॥
व्रतैः - प्राणातिपातादिविरमणात्मकैः, हेतुभूतैरिति गम्यते, दैवं पदम् - देवसम्बन्धि स्थानं सुरलोक इति यावत्,
- જ્યારે યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની પ્રાપ્તિ ન થઈ હોય, ત્યારે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થવી સંભવિત નથી. અને એ સમયે શુદ્ધ આત્માની પ્રાપ્તિ-થાય તેની રાહ જ જોવી પડે છે. અથવા તો યોગ્ય દ્રવ્યાદિની પ્રાપ્તિ થાય તેની રાહ જ જોવી પડે છે. તે અવસ્થામાં જે ઉચિત છે, તેને હેતુ સાથે પ્રતિવસ્તુ ઉપમાથી દર્શાવતા કહે છે –
વ્રતો દ્વારા દિવ્ય સ્થાન મળે તે સારું છે, પણ અવ્રતો દ્વારા નરકનું સ્થાન મળે તે સારું નથી. છાયા અને તડકામાં ઉભેલી બે રાહ જોતી વ્યક્તિઓ વચ્ચે મોટો તફાવત છે. [૩]
વ્રતોથી = પ્રાણાતિપાત, મૃષાવાદ, વગેરેથી વિરમણ રૂપ હેતુઓથી, દિવ્ય સ્થાન = દેવોનું સ્થાન દેવલોક,