________________
શ્લોક-૧ : મંગલ
इष्टोपदेशः यस्य स्वयं स्वभावाप्ति-रभावे कृत्स्नकर्मणः । तस्मै सञ्ज्ञानरूपाय, नमोऽस्तु परमात्मने ॥१॥
कृत्स्नकर्मणः - ज्ञानावरणीयाद्यशेषकार्मणवर्गणान्तर्भूतस्य स्वसम्बद्धस्य पुद्गलद्रव्यस्य, अभावे - स्वसम्बन्धविशिष्टत्वेन विनाशे, न चासति बाधके सामान्याभावोक्तौ सङ्कोचोऽनुचित
| સર્વ કર્મના અભાવે જેમને પોતાના સ્વભાવની પ્રાપ્તિ થઈ છે, તેવા સમ્યજ્ઞાનરૂપ પરમાત્માને નમસ્કાર થાઓ.
સર્વ કર્મનો = જ્ઞાનાવરણીય વગેરે સર્વ કાર્મણવર્ગણાની અંતર્ભત એવા સ્વસંબદ્ધ = આત્મા સાથે ક્ષીરનીરવતુ એકમેક થયેલ પુદ્ગલદ્રવ્યનો, અભાવ થતા = પોતાની સાથેના સંબંધથી વિશિષ્ટરૂપે વિનાશ થતા.
શંકા - મૂળકારે સામાન્યથી અભાવ કહ્યો છે. તેની વ્યાખ્યા તમે “વિશિષ્ટ વિનાશ” એવી કરો છો. પણ જો કોઈ બાધક ન હોય, તો સામાન્ય અભાવના વચનમાં સંકોચ કરવો ઉચિત નથી.
સમાધાન - એવો ન્યાય છે કે જે વિદ્યમાન હોય એનો ત્રણ કાળમાં કદી પણ સર્વથા અભાવ ન થાય. આ જ ન્યાય સામાન્ય અભાવનો બાધક છે. આ રીતે