________________
इष्टोपनिषद्
શ્લોક-૧ : મંગલ इति वाच्यम्, नाभावो विद्यते सत इतिन्यायस्याभावसामान्यबाधकस्य सद्भावात्, तथा च प्रकृतोऽभाव आत्मप्रदेशात्परिशटनरूप एव पर्यवस्यतीति । यस्य स्वयम् - आयासान्तरमन्तरेणैव, स्वभावाप्तिः - आत्मलक्षणाधिगमः, यथा हि स्फटिके नैर्मल्यसम्पादनायोपाध्यपगमप्रयोजकायासमन्तरेणान्यत्किमपि कर्तव्यं नावशिष्यते, तदपगमे स्वत एव तत्स्वभावाविर्भावयोगात्, एवं कृत्स्नकर्माभाव आत्मनोऽपि स्वयमेव स्वभावसम्प्राप्तिरिति हृदयम् ।
પ્રસ્તુત અભાવ આત્મપ્રદેશોથી કર્મોના ખરી પડવારૂપ જ પર્યવસિત થાય છે. અર્થાત્ કર્મો કાંઈ નિવય નાશ નથી પામતા પણ આત્મપ્રદેશોથી છુટ્ટા પડી જાય છે, એ જ કર્મોનો અભાવ છે. જેમને સ્વયં = અન્ય પ્રયાસ વિના જ, સ્વભાવ પ્રાપ્તિ = આત્મસ્વરૂપનો લાભ થયો છે. જેમ સ્ફટિકમાં નિર્મળતા લાવવા માટે માત્ર રંગીન વસ્તુરૂપ ઉપાધિ દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે, એ સિવાય બીજું કાંઈ કરવાની જરૂર નથી. કારણ કે ઉપાધિ દૂર જતી રહે, પછી પોતાની મેળે જ સ્ફટિકનો સ્વભાવ પ્રગટ થાય છે. એ જ રીતે સર્વ કર્મોનો અભાવ થાય ત્યારે પોતાની મેળે જ આત્માને સ્વભાવની પ્રાપ્તિ થાય છે, એવો અહીં અભિપ્રાય છે.