Book Title: Gita ane Kuran Author(s): Sundarlal Shastri Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 79
________________ ગીતા અને કુરાન ટુકડે ટુકડા કરી નાખ્યા અને આ ટુકડાઓની પરસ્પર વહેંચણી કરી. હે દાદુ ! આ બધાય તે પરિપૂર્ણ બ્રહ્મ, તે એક ઈશ્વરથી ભૂલા પડેલા, ભ્રમમાં ફસાયા છે.” दादू अकै आत्मा साहेब है सब मांह; साहेब के नाते मिले, भेख पंथ के नांह. दादू दून्यों भरम है हिन्दू तुरुक गंवार, जे दुहवाँ थे रहित है सो गहि तत्त बिचार. अपना अपना करि लिया भंजन मांहे बांह, दादू अके कूप जल मनका भरम अठाय. “હે દાદુ! એક જ આત્મા સર્વમાં છે. સૌમાં તે જ ભગવાન અસ્તિત્વ ધરાવે છે. તે એક પ્રભુના સંબંધથી જ આપણે એકમેકની સાથે હળતા મળતા રહેવું જોઈએ; અલગ અલગ વેશના તથા પંથના ભેદભામાં અટવાઈ ન જવું જોઈએ. હિંદુ અને મુસલમાન બને ભ્રમણામાં છે, અને અણસમજુ છે. વિવેકપૂર્વક વિચાર કરીને ખરો માર્ગ ગ્રહણ કરવું જોઈએ. આમ કરવાથી કઈ પરાયું નથી લાગતું. આ લેકોએ એક જ કૂવાના પાણીને પોતપોતાના જુદા જુદા ઘડાઓમાં ભરી લઈને એકમેકને અલગ પાડયા છે. દ્વતની આ જાળ મનમાંથી કાઢી નાખવી જોઈએ.” વળી પોતે ઉમેરે છે: अलह राम छूटा भ्रम भोरा हिन्दू तुरुक भेद कछु नाहीं, देखौं दरसन तोरा; सोी प्रान प्यंड पुनि सोजी, सोजी लोही मासा; सोमी नैन, नासिका सोनी, सहजै कीन तमासा; स्रवनौं सबद बाजता सुनिये, जिह्वा मीठा लागै;Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246