________________
ગીતા અને કુરાન કિનારે જૂના સમયમાં ઓછામાં ઓછા બે મોટા સમાજોએ સૃષ્ટિમાં આવીને હિન્દુસ્તાન અને ચીનથી હજારો વર્ષો પહેલાં માનવવર્ગને જીવનમાર્ગ દાખવ્યો હતે. પણ હવે તે તે સમાજોનાં ધરતીમાં દટાયેલાં રહ્યાંસહ્યાં હાડકાં ક્યાંક શોધવાથી મળે છે. ભાગ્યના અટલ ચક્રમાં પોતાનું રક્ત આવતી પેઢીને આપીને પોતાનાં સડતાં જતાં હાડમાંસનું ખાતર તૈયાર કરીને તે સમાજ તથા તેમની સંસ્કૃતિ આ દુનિયામાંથી લુપ્ત થઈ ગઈ. જેમ આ સૃષ્ટિને સરજનહાર અનંત છે તેમ એની રચના પણ અનંત છે. આપણે અહીં કે તહીં આ સૃષ્ટિનું મૂળ તથા છેડે શોધવાની હિંમત કરવી જોઈએ નહીં. આપણું અલ્પબુદ્ધિ માટે એ અશકય કામ છે પણ આ વાત નિઃશંકપણે સાચી છે કે દુનિયામાં જે ગ્રંથે ઉપલબ્ધ છે તેમાં
ટ્વેદ સૌથી જૂને ગ્રંથ છે અને દુનિયામાં જે ધર્મપ્રણાલિકાઓ જીવંત છે તેમાં હિંદુપ્રણાલી સૌથી પ્રાચીન છે. સર્વેદની આજની ૧૦,૫૮૦ ઋચાઓમાંની કઈ આરંભની અને કઈ ક્યારે ક્યારે ઉમેરવામાં આવી તેની ચર્ચામાં ઊતરવાની જરૂર નથી. આજના સર્વ ધર્મો તથા તેના ગંધાનું સમગ્રપણે અવલોકન કરવાથી નિશ્ચિતપણે જણાશે કે સૌનું મૂળ એક ઈશ્વર છે, અને સર્વ ગ્રંથની જનેતા જેને કુરાનમાં ઉમ્મુલ કિતાબ” કહેવાય છે તે ઈશ્વરની પાસે છે. ધર્મોના ઘણાખરા વિધિઓ, નામરૂપ અને શબ્દો સુધાંનું મૂળ
ટ્વેદ તથા ખાસ કરીને એની પ્રારંભની ઋચાઓમાં છે. આ કારણે જ યુરોપના વિદ્વાનોએ “સર્વેદને સાર્વ ધર્મોની મા’નું ઉપનામ આપ્યું છે.