________________
ગીતાધર્મ હોય એટલે કે જે તરફ એની દષ્ટિ હોય અને જેને માટેની એની યોગ્યતા હોય.
આ રીતે પોતપોતાના સ્વભાવ અનુસાર ખરા હૃદયથી અને ઈશ્વર નિમિત્તે કામ કરનાર પુરુષ પિતાને માર્ગે સિદ્ધિ મેળવે છે. આ જ દરેક મનુષ્યને “સ્વધર્મ” છે. (૧૮-૪૫ થી ૭)
જે મનુષ્ય પોતાના સુખના ઈરાદાથી કર્મ નથી કરતો તે જ્ઞાની છે. જેનું મન પિતાને વશ છે, જે કંઠોથી પર છે, જે બીજાને દ્વેષ નથી કરતો, જે યજ્ઞ રૂપે કર્મો કરે છે તે કર્મબંધનમાં ફસાતો નથી (૪–૧૯ થી ૨૩). જે કાંઈ એ દેખી રહ્યો છે તે ઈશ્વરની લીલા છે એમ સમજીને મનુષ્ય કામ કરવું જોઈએ.
ઈશ્વર નિત્ય છે અને બીજું બધું નાશવાન છે, છેવટે સૌએ ઈશ્વર તરફ જવાનું છે અને તેમાં જ લીન થવાનું છે. આ સમાજ રાખીને જે કામ કરે છે તે યજ્ઞ આદરે છે. (૪–૨૩, ૨૪) મનુબે જુદી જુદી જાતના ય કરે છે– તપ, પ્રાણાયામ વગેરે. આને ઉલ્લેખ વેદમાં છે પણ આ સર્વ કરતાં ચડિયાતે યજ્ઞ જ્ઞાન છે, જેની પ્રાપ્તિ પછી મનુષ્ય બીજામાં ફસાતો નથી. આ જ્ઞાન દ્વારા મનુષ્ય તમામ પ્રાણીઓને પિતામાં અને સૌને ઈશ્વરમાં અને સૌમાં ઈશ્વર દેખી શકે છે (૪–૨૫ થી ૩૫).
સૌને પિતાના જેવા સમજવા તથા સર્વમાં ઈશ્વરદર્શન કરવાં આ જ્ઞાનની છેલ્લી દશા ગીતામાં દર્શાવાઈ છે.
આ જ્ઞાનથી ચઢિયાતી બીજી કોઈ વસ્તુ આ દુનિયામાં નથી. યોગી કેમે ક્રમે એને પિતાનામાં અનુભવે છે. (૪-૩૮)