Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 214
________________ કુરાન અને તેને ઉપદેશ ૨૦૫ એકમેકને ખરાબ નામે બેલા. શ્રદ્ધાળુઓને તેની મનાઈ છે, જેઓ આનું ઉલ્લંઘન કરશે તે પિતા ઉપર દુઃખ વહોરી લેશે. “હે શ્રદ્ધાળુઓ ! બીજાઓ ઉપર શક ન કરે; શંકા કરવી એ ક્યારેક ક્યારેક દેષ મનાય છે. બીજાઓના દે શૈધતા ન ફરે, પીઠ પાછળ કેઈની બૂરાઈ ન કરે. પીઠ પાછળ બૂરાઈ કરવી એ પિતાના મૃત ભાઈનું માંસ ખાવા બરાબર છે. શું તમારામાંથી કોઈ આ પસંદ કરશે ? ના, તમે આને અનિષ્ટ સમજે છે તેથી ઈશ્વરનું સ્મરણ કરે; એ જ તમારા તરફ પ્રેમ તથા દયા દર્શાવનાર છે. હે માનો ! ખરેખર ઈશ્વરે તમને સ્ત્રી-પુરુષથી જન્માવ્યા છે અને તમારા પરિવારે બનાવ્યા છે કે જેથી તમે એકમેકને ઓળખી શકે. ઈશ્વરની નજરમાં એ માણસની આબરૂ વધારે છે કે જે ખરાબ કામથી વધુ ને વધુ બચત રહે છે. ખરેખર ઈશ્વર સર્વ કાંઈ જાણે છે” (૪૯૧૧ થી ૧૩). કારણ કે તમને જે ન મળ્યું હોય તેથી દુઃખ ન પામે, ને જે કાંઈ મળ્યું છે તેથી હવે ન પામે;૧ ઈશ્વર કઈ પણું ઘમંડીને કે ડિંગ હાંકનારને ચાહત નથી”(૫–૨૩). જે દુષ્કર્મ કરે છે તેને પોતાના આત્મા તેને ધિક્કારે છે . . .”(૭૫-૨). “સ્વર્ગ તેઓને મળે છે જેઓ પોતાના પાલનહારને ડર રાખે છે અને પિતાની ઇચ્છાઓને વશમાં રાખે છે (૭૯-૪૦-૪૧). ૧. પ્રિય પામી સુખ માનતો નથી, અપ્રિય પામી દુઃખ માનતો નથી. (ગીતા ૫-૨૦) ૨. ઇચ્છાને નિરોધ એ જ તપ છે.—– જૈન તત્વાર્થ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246