Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 239
________________ ગીતા અને કુરાન ૨૩૦ રહે છે તે વિષે મુસલમાન વિદ્વાનામાં મતભેદ છે. પરંતુ ઘણાખરા મહાન વિદ્વાનાના અભિપ્રાય આવે છેઃ kr • કાઈ પણ આત્મા હંમેશ માટે નરકમાં જ રહે એ ખ્યાલ કુરાનનેા નથી. ’૧ મહંમદ સાહેબની એવી ઉપદેશ કથા પણ પ્રચલિત છેઃ ખરેખર એક દિવસ એવા આવશે કે જ્યારે કાઈ પણ માણસ નરકમાં નહીં રહી જાય. × ૨ કુરાનની કેટલીક આયતા ઉપરથી એ સમજાય છે કે કુરાનમાં સ્વર્ગ અને નરક એ મનુષ્યને પાતાનાં ભલાંપૂરાં કર્માંનાં પિરણામાની કલ્પના આપવા માટે અલંકારરૂપે ઉલ્લેખાયાં છે. (૧૪-૨૪,૨૫,૨૬) ઉપરની આયતા અંગે મૌલવી મહંમદઅલી લખે છેઃ “ આથી અમને ઇસ્લામી સ્વર્ગનું રહસ્ય સમજાય છે. દરેક સત્કર્મ વૃક્ષરૂપે છે જે ઋતુ આવતાં કળે છે; એટલે કે સ્વર્ગમાં મનુષ્યને જે ફળ મળશે તથા જે સહજલબ્ધ રહેશે તે સત્કર્માંનાં પરિણામે સિવાય બીજું કાંઈ નથી. સ્વર્ગનાં વૃક્ષો એ મનુષ્યનાં સત્કમાં છે, જે વૃક્ષોની માર્ક આ જીવનનાં સત્કાર્યાંનાં આધ્યાત્મિક પરિણામેાને રૂપે ફળ દેતાં રહે છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કુરાનમાં સત્કર્માને સુળવંતાં વૃક્ષો સાથે સરખાવ્યાં છે તે। શ્રદ્દાની તુલના જલપ્રવાહ કે નહેરા સાથે કરી છે. આપણા પાર્થિવ દેહ પાણીથી બન્યા તથા ટકયો છે. તેથી કુરાનમાં સત્પુરુષો માટે કહેવાયું છે કે તે શ્રદ્ધાળુ છે, પરમાર્થ કરે છે; સ્વર્ગનું વર્ણન કરતાં કહેવાયું છે કે એ એક ઉદ્યાન ૧. ધી હાલ કુરાન ”, લે॰ મહમદ અલી, પૃ. ૪૭૨-૭૩ ૨. કંઝલ–ઉમાલ, ભાગ ૭, પૃ. ૨૪૫

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246