________________
કંઈક વળી
૨૨૯ કુરાન સાથે જેટલે સંબંધ છે તે અનુસાર જેહાદ શબ્દથી ત્રણ વાતો સાફ થાય છે
(૧) કુરાનમાં જેહાદ શબ્દ એ પ્રસંગે વપરાય છે કે જેને કશોયે સંબંધ લડાઈ સાથે કે હથિયાર ઉઠાવવા સાથે નથી. ધર્મકાર્ય માટેના ય “જેહાદ” કહેવાયા છે.
(૨) લડાઈ કરવાના અર્થમાં જેહાદ શબ્દ આખા કુરાનમાં ક્યાંય પણ વપરાયો નથી.
(૩) ખાસ સંજોગોમાં કુરાને ધર્મરણાર્થે હથિયાર ઉઠાવવાની કે લડાઈ કરવાની રજા આપી છે, પણ ક્યાંય જિહાદ” શબ્દ વપરાયે નથી. “કેતાલ” શબ્દ આવે છે. (૨–૧૯૦ થી ૧૫, ૨૧૬, ૪–૭૪, ૭૫, ૮૪, ૯૦, ૯૪; ૬૧-૪)
આકેબત, આખેરત, જન્નત અને જહન્નમ
(પરલોક, કર્મફળ, સ્વર્ગ અને નરક). આકેબત તથા આખેરત” એ બે શબ્દ કુરાનમાં ઠેર ઠેર મરણોત્તર જીવન માટે તેમ જ ભલાંબૂરાં કર્મોનાં પરિણામ માટે વપરાયા છે. કોઈ સ્થળે આ જીવનમાં જ કર્મફળની પ્રાપ્તિના અર્થમાં “આકેબત” શબ્દ આવ્યો છે. (૧૦-૭૩)
જન્નત (સ્વર્ગ) અને જહન્નમ (નરક) આ બન્નેને ઉલ્લેખ પણ કુરાનમાં ઘણે ઠેકાણે થયું છે. સ્વર્ગમાં કે નરકમાં આત્માઓ સદા માટે કે મર્યાદિત સમય માટે
* આ વિષયમાં મૌલવી ચિરાગઅલીનું જિહાદ” અને મૌલાના અબુલ કલામ આઝાદનું “અલ જિહાદ ફિલ ઇસલામ’ આ બે પુસ્તકો મનન કરવા યોગ્ય છે.
હીરાલીમિક અને મીશન અલ