________________
૨૩૨
ગીતા અને કુરાન “બાહ્ય દૃષ્ટિએ “દૂર’ શબ્દથી સ્ત્રીનું વર્ણન હોવાનું મનાય છે પણ ખરી રીતે આ જિંદગીનાં કર્મોનાં પરિણામોનું વર્ણન છે. જે શબ્દો વપરાયા છે તે દ્વિઅર્થી છે. આ આધ્યાત્મિક વસ્તુઓને સ્થલ રૂપે વર્ણવાઈ છે. કુરાનમાં ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું કે પરભવમાં પણ અહીંનાં જ રૂપ તથા સંબંધે સ્ત્રીપુરુષનાં રહેશે. જે મળશે તે બન્નેને સ્ત્રીને કે પુરુષને એકસરખું મળશે; એક વાત સ્પષ્ટ થાય છે કે પરભવમાં જે મળશે તેને ઐહિક સુખો સાથે કાંઈ જ સંબંધ નથી. ઐહિક તથા પારલૌકિક વસ્તુઓ નિરાળી છે.” મહંમદ સાહેબની એક ઉપદેશ કથા છે:
ઈશ્વર કહે છે કે પિતાનાં પ્રિય ભક્તો માટે ઈશ્વરે જે મીઠાં ફળે તૈયાર રાખ્યાં છે તેને આ સ્થલ દષ્ટિ સાથે, આ કાને સાથે કે આ બુદ્ધિથી અનુભવ કરવા સાથે કશોય સંબંધ નથી.” (બુખારી)
કુરાનનું મનન કરવાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે કુરાનમાં સ્વર્ગને તથા નરકને જે વિચાર દર્શાવાયે છે તે રૂપક રૂપે છે, સ્થૂલ સુખદુઃખ સાથે તેને સંબંધ નથી.
જન્નત'ને અર્થ અરબીમાં “બાગ” અથવા આરામની જગ” થાય છે, અને “જહન્નમ' જેરુસલેમ પાસેની એક શેરી હતી કે જ્યાં અગ્નિની પૂજા કરવાવાળા રહેતા હતા. “જહન્નમ” “આગ” કે “મુસીબતનું સ્થાન એ અર્થમાં છે. “દોજખ” ફારસી શબ્દ છે જે સંસ્કૃત
ધી હેલી કુરાન,” લે મહમદ અલી, પૃ. ૮૭૦, પાદટીપ