________________
२०४
ગીતા અને કુરાન કોઈને પિતાથી નાને માની તેની અવગણના ન કરીશ; દુનિયામાં અકડીને ન ચાલીશ. ખરેખર ઈશ્વર કોઈ પણ ધમંડીને કે ડિંગ હાંકવાવાળાને ચાહત નથી.
આ દુનિયામાં ભલાઈને વ્યવહાર રાખજે, સચ્ચાઈથી રહેજે અને જ્યારે બોલે ત્યારે ધીમા સાદે બેલજે; ગધેડાની માફક બૂકનારને પરમાત્મા પસંદ કરતો નથી” (૩૧-૧૭થી ૧૯).
“ઈશ્વર એવાઓને મુક્ત કરશે કે જેઓ માત્ર કહેશે કે અમે ધર્માવલંબીઓ છીએ ?! શું તેમનાં કામોને હિસાબ નહીં થાય ? બૂરાં . . . કામ કરનારા શું એમ માને છે કે તેઓ બચી જશે ? ! તેઓ એવું ધારતા હોય તો તે મિથ્યા છે... ખરેખર જેઓ ઉપદેશ અનુસાર વર્તશે, સત્કર્મો કરશે તેમને જ સત્પષની પંક્તિમાં બેસાડવામાં આવશે” (૨૯-૨, ૪, ૯).
મનુષ્યને મારે (અલ્લાહને) આદેશ છે કે તે પોતાનાં માબાપ પ્રત્યે ભલાઈન વ્યવહાર કરે. કેટલાં કષ્ટ વેઠી તેની મા તેને ઉદરમાં રાખે છે, જન્માવે છે, તેને ધવરાવે તથા પોષે છે. અઢી વરસ આ રીતે વીતે છે. છોકરે પુખ્ત થતાં થતાં ચાલીસ વર્ષને થાય છે તે તે ઈશ્વરની પ્રાર્થના કરે છે હે ભગવાન! તું મને એવો લાયક બનાવ કે જેથી તે જે મને ને મારાં માબાપને આપ્યું છે તેને હું કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું; હું સત્કર્મ કરી શકું જેથી તે પ્રસન્ન થાય, મારાં સંતાનેનું ભલું કરે; સાચે જ હું તારે આશ્રય ઈચ્છું છું, અને તારી આજ્ઞાને અધીન વર્તુ છું” (૪ ૬-૧૫).
“હે ભક્તો ! કઈ પુરુષે બીજાને હસી ન કાઢવો; સંભવ છે કે તે હસી કાઢનાર કરતાં વધારે સારે હોય; કોઈ સ્ત્રીએ બીજી સ્ત્રીને હસી ન કાઢવી; સંભવ છે કે બીજી સ્ત્રી તેના કરતાં વધારે સારી હોય. એકમેકના દોષ ન કાઢે કે ન