Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 234
________________ કઈક વળી ૨૨૫ વધારે યોગ્ય છે, આથી તેઓ ઓળખી શકાશે તથા એમને મુસીબતમાં નહીં મુકાવું પડે, ઈશ્વર ક્ષમાવાન તથા દયાળુ છે.” (૩૩–૫૯) હે મહંમદ! તમારી વાત જેઓ માને છે તે મુસલમાન પુરુષને કહી દો કે આવતાં જતાં પિતાની દૃષ્ટિ નીચી રાખે, પિતાનાં અંગે ઢાંકેલાં રાખે, આથી એમનું જીવન પવિત્ર રહી શકશે. ખરેખર તેમની સર્વ કરણીઓની જાણ ઈશ્વરને છે. “અને જે સ્ત્રીઓ તમારામાં વિશ્વાસ રાખે છે એમને કહી દો કે પિતાની દૃષ્ટિ નીચી રાખે, પિતાનાં સર્વ અંગે ઢાંકેલાં રાખે, અને પોતાના શણગારને દેખાવ ન કરે. માત્ર એ શણગાર કે જે બાહ્ય છે. બુરખો ઓઢે, પતિ, પિતા, સસરા, દીકરાઓ, સાવકા દીકરાઓ, ભાઈઓ, ભત્રીજાએ, ભાણેજે, અથવા સ્ત્રીઓ, કરે, અથવા વ્યંઢળ કે નિર્દોષ બાળકે સિવાય બીજા કોઈની પાસે પોતાના શણગારને છત ન કરે; અને પગને ઠમકે ન કરે જેથી નૂપુર વગેરે ઢાંકેલાં હોય તેની જાહેરાત થઈ જાય, અને હે ભક્તો ! તમે સૌ ઈશ્વરને શરણે જાઓ જેથી તમારું કલ્યાણ થશે.” (૨૪-૩૦, ૩૧) આમ સ્ત્રી તથા પુરુષ બન્નેને માટે નીચી દષ્ટિ રાખવાને તથા લાજમર્યાદામાં રહેવાનો એકસરખે હુકમ છે. સ્ત્રીઓને તે ખાસ કહેવામાં આવ્યું છે કે તેમણે પિતાનાં આભૂષણને દેખાવ ન કરે; પણ કુરાન પ્રમાણે તે એ જરૂરી નથી કે સ્ત્રીઓએ ઘરમાં જ ગેધાઈ રહેવું, અને હાથ, મેં કે જે સામાન્ય કામકાજ માટે જરૂરી છે તથા જે બાહ્ય અંગો છે તે ઢાંકેલાં જ રાખવાં. સત્કર્મોને બદલે સ્વર્ગ તથા મેક્ષ સ્ત્રીને તથા પુરુષને સમાન રીતે મળે છે. (૩–૧૯૪;૪-૧૨૪, ૯-૭૨; ૧૬-૯૭)

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246