________________
કંઈક વળી
૨૨૩ પ્રબંધ છૂટા કરનાર પુરુષે કર દે છે (૨-૨૪૧). “પુરુષને ધર્મ છે કે સ્ત્રી પ્રત્યે ન્યાયનું અને સદ્ભાવનાનું વર્તન રાખે અને ન જ મેળ ખાય તે પ્રેમપૂર્વક નિખાલસ દિલે બને છૂટાં થાય”(૨–૨૩૧ વગેરે). છૂટા થવાને સ્ત્રીને પણ એટલો જ અધિકાર છે એટલે પુરુષને; પરંતુ છૂટાછેડાની છૂટ હોવા છતાંયે મહંમદ સાહેબની પ્રચલિત પ્રસિદ્ધ કથા છે.
જેટલી વાતની પરવાનગી મનુષ્યને આપવામાં આવી છે તેમાંથી વધારેમાં વધારે ઘણાસ્પદ વસ્તુ છૂટાછેડાની છે.” (અબુ દાઉદ)
એકબીજાના મરણ પછી સ્ત્રી કે પુરુષને પાછું લગ્ન કરવાની છૂટ કુરાને આપી છે (૨–૨૩૪).
પુરુષ ચાર લગ્ન સુધી કરી શકે તેવી છૂટ કુરાન આપે છે, પણ આ પરવાનગી જે આયતોથી અપાઈ છે તે ઓહદની પ્રખ્યાત લડાઈ પછીની છે. ત્યારે ઘણાખરા મુસલમાન પુરુષે લડાઈમાં માર્યા ગયા હતા. વિધવાઓની અને અનાથોની સંખ્યા અતિઘણું વધી ગઈ હતી. વિધવાઓથી અનાથ બાળકનું પોષણ થવું મુશ્કેલ હતું. આ સૌના ગુજારાને બંબસ્ત કરવો જરૂરી હતું. સ્ત્રીઓ વધારે હતી, પુરુષે પ્રમાણમાં થોડા હતા. વળી ભવિષ્યમાં આવી લડાઈઓ થવાની હતી. આવા સંજોગોમાં જે શ્લેક મળે તે આ છેઃ
અને તમને એવી શંકા થાય કે અનાથેનું પોષણ આ સિવાય નહીં થઈ શકે તે તમને યોગ્ય જણાય તેમાંથી બેની, ત્રણની કે ચારની સાથે લગ્ન કરી શકે છે. પણ જે તમને એમ લાગતું હોય કે તમે સૌની સાથે સરખી રીતે નહીં હતીં શકે. ને સૌને એકસરખે સંતોષ નહીં આપી શકે