________________
૨૨૨
ગીતા અને કુરાન પિતાની પરિણીત સ્ત્રી સિવાય બીજી કઈ બીજી સ્ત્રી સાથે, ભલેને તે ગુલામડી હોય, સ્ત્રીપુરુષ સંબંધ કુરાને વર્ય ગણે તથા તેને પાપ ગણાવ્યું (૪–૨પ વગેરે).
“ઈશ્વર તમારા ઉપર દયા કરવા ધારે છે; પણ જેઓ પિતાની વાસનાઓથી દોરવાય છે તેઓ ઈચ્છે છે કે તમે ઈશ્વરથી આઘા રહે.” (૪–૨૭)
દરેક સ્ત્રીને યંગ્ય માર્ગે ધન કમાવાને તથા તેના માલિક બનવાને પૂરો અધિકાર મળે.
તમારા કરતાં બીજાને ઈશ્વરે વધારે આપ્યું હોય તો તેની ઈર્ષ્યા ન કરે. જે માણસ જેટલું કમાશે તે તેને પિતાને માલ રહેશે; અને જે સ્ત્રી જેટલું કમાશે તે તેને માલ કહેવાશે. ઈશ્વરની પ્રાર્થના કરે કે તે તમારા ઉપર કૃપા વરસાવે. ખરેખર પ્રભુ સર્વ જાણે છે” (૪-૩૨).
આમ હોવા છતાંયે સ્ત્રીને તથા બાળબચ્ચાંને રહેવાને, ખાવાપીવાને બંદોબસ્ત કરે એ પુરુષને ધર્મ ગણાવવામાં આવ્યું છે, અને માતાને ધર્મ પૂરાં બે વર્ષ સુધી બાળકને ધવરાવવાને છે (૨–૨૩૩; ૪–૩૪).
જે પતિપત્નીમાં કાંઈ ઝઘડો થાય તે કુરાન આદેશે છે કે એક પંચ પતિ તરફને અને એક પત્ની તરફને એમ બે પંચે આપસમાં સુલેહ કરાવી દે, કારણ કે ઈશ્વર સંપમાં સહાયક છે” ( –૩૫). અને “સંપ કર એ ઉત્તમ ચીજ છે” (૪–૨૮). આમ કરવા છતાંયે જે મેળ ન થાય તે વિશિષ્ટ સંજોગોમાં અને કડક શરતોથી છૂટાછેડાની છુટ કુરાન આપે છે; પણ ગર્ભવતી સ્ત્રીથી છૂટાછેડા ન કરી શકાય (૬૫-૪). છૂટી થયેલ સ્ત્રીના ભરણપોષણને યોગ્ય