Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 230
________________ ૨૨૧ કંઈક વળી ઉપદેશ કરવામાં આવ્યા છે. સ્ત્રીઓની પિતાની મિલકત ઉપર કે “સ્ત્રીધન”ઉપર પુરુષને કેઈ અધિકાર નથી (૨–૨૨૯). કુરાનના સમય પહેલાં સ્ત્રીને પિતાના બાપ, ભાઈ કે ધણી અથવા બીજા કેઈન મરણ પછી તેની મિલકતમાંથી કાંઈ પણ ભાગ મળતું ન હતું. કુરાને આદેશ કર્યો? માબાપ કે નજીકના સગા જે કાંઈ મૂકી જાય તેમને એક ભાગ પુરુષને અને એક ભાગ સ્ત્રીને મળશે, ભલેને મિલકત થોડી છે કે ઘણી, સૌના હિસ્સા ઠરાવેલા છે” (૪-૭). માબાપના કે નજીકના સગાના મરણ પછી નાનાં બાળકને પણ કાંઈ મળતું ન હતું. આરબનો જૂને કાયદે હતું કે “જે મનુષ્ય બીજા ઉપર હુમલો કરતી વેળા ભાલે બરાબર ચલાવી ન જાણે તેને કોઈ પણ મિલક્તમાંથી કશે યે હિસ્સે નહીં મળી શકે. * જેઓ રાતદિવસ લડતા રહેતા હતા તેઓમાં આ કાયદે હવે સ્વાભાવિક હતું. કુરાને ભવિષ્ય માટે પુરુષના, સ્ત્રીના તથા બાળકોના ભાગો નક્કી કરી દીધા” (૪–૧૧; ૫–૧૭૭). લગ્ન માટે કોઈ પણ પ્રકારની સગાંસંબંધી વચ્ચે મર્યાદા ન હતી, તે એટલે સુધી કે બાપના મૃત્યુ પછી તેની સ્ત્રીઓ દીકરાની મિલકત બની જતી. કુરાને આવા નિવ રિવાજને બંધ કર્યો તથા લગ્નસંબંધીની મર્યાદાઓ બાંધી દીધી તથા ક્યાં ક્યાં લગ્ન ન થઈ શકે તે નક્કી કર્યું (૪–૧૯,૨૩). * કુરાન -- મહમદઅલી, પૃ. ૨૦૧ ગી–૧૫

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246