________________
કંઈક વળી
સ્ત્રીઓ સંબંધી સ્ત્રીપુરુષના પરસ્પર વ્યવહાર અંગે કુરાનમાં ઠેર ઠેર ઉપદેશાયું છે. આ ઉપદેશેને કારણે એ સમયના આરઓના રીતરિવાજોમાં અને ટેવોમાં ઘણે સુધારે થયે, અને તેઓ બૂરાઈઓથી બચતા રહ્યા તથા પવિત્ર જીવનની તરફ વળવા લાગ્યા. જે રીતે હિંદુઓની “નારદસ્મૃતિ” માં લખ્યું છે– “ત્રિથા: ક્ષેત્ર વોનિ નરઃ ” એટલે કે સ્ત્રીઓ ક્ષેત્ર છે તથા પુરુષ તેમાં બી વાવનાર છે, તે પ્રમાણે કુરાનમાં સ્ત્રીને ખેતીની જમીન સાથે સરખાવવામાં આવી છે (૨–૨૨૩). ભાવાર્થ એ છે કે સ્ત્રીનું કામ પુરુષોની વાસનાતૃતિનું નથી પણ વંશવેલે ચાલુ રાખ તથા સંતાનને પાળવાં એ તેમનો ધર્મ છે.
મહંમદ સાહેબની પહેલાં અરબસ્તાનમાં સ્ત્રીને કઈ પ્રકારનો અધિકાર ન હત; તેમને બાપદાદાની મિલકતમાંથી કશુંયે મળતું ન હતું. એમને દરજજે જાનવરો કે ઘરવખરી જેવો લેખવામાં આવતું હતું.* કુરાને આજ્ઞા કરી કે “જે રીતે પુરુષને અધિકાર સ્ત્રી ઉપર છે તે જ રીતે સ્ત્રીને અધિકાર પુરુષ ઉપર છે” (૨–૨૨૮). “સ્ત્રી પુરુષને માટે અને પુરુષ સ્ત્રીને માટે, અને એકબીજાની શોભા છે” (૨–૧૮૭).
કુરાનમાં ઠેર ઠેર સ્ત્રીઓ સાથે વ્યવહાર રાખવાને, ન્યાયપુરઃસર વર્તવાને, તેમના ઘનમાલનું રક્ષણ કરવાને
* કુરાનને અંગ્રેજી અનુવાદ, મૌલવી મહમદ અલી, પ. ૧૦૫
२२०