Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 233
________________ ૨૨૪ ગીતા અને કુરાન તે માત્ર એક સાથે લગ્ન કરે અથવા જેની સાથે લગ્ન કર્યા ત્યાં જ અટકે. એક સ્ત્રીને પરણવું ઉત્તમ છે જેથી ધર્મમાર્ગથી ન ચળી શકે” (૪–૩). એક બીજે સ્થળે ઉલ્લેખાયું છે. અને તમે ઈચ્છો તો પણ તમારી તાકાત બહારની વાત છે કે તમે સૌ પરિણીતાઓ સાથે એકસરખો વ્યવહાર રાખી શકે” (૪-૧૨૯). આમ આરઓને વધુમાં વધુ ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પરવાનગી આપવા છતાંયે કુરાન એક સ્ત્રી સાથેના લગ્નને પસંદ કરે છે. સ્ત્રી કે પુરુષ બંને માટે વ્યભિચારને પાપ લેખવામાં આવ્યું છે. વ્યભિચાર માટેની સજા એવી છે કે જાહેરમાં સો ફટકા મારવામાં આવે. ધર્મનિષ્ઠ મુસલમાનને વ્યભિચારી સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કરવાની મનાઈ છે. તે સાથે સાથે કોઈ પણ સ્ત્રી ઉપર વ્યભિચારને ખેટે આરેપ લગાડનારને એંસી ફટકાની સજા ફરમાવવામાં આવી છે. (૨૪– ૧થી ૪) એ આદેશ આપવામાં આવ્યું છે કે પ્રભુની કૃપા યાચતા. રહેવું જેથી મનુષ્ય શેતાનની જાળથી, અપવિત્ર વાતેથી તથા વ્યભિચારથી બચતે રહે તથા જીવનને શુદ્ધ રાખી શકે (૨૪-૨૧ વગેરે). પવિત્ર જીવન અને વ્યવહાર એ બ્રહ્મચારી, વિવાહિત, માલિક તથા ગુલામ સૌને માટે આવશ્યક મનાયું છે (૨૯-૩૨, ૩૩). પડદાની બાબતમાં નીચેની આયતમાં સંકેત છે. “હે રસૂલ! પિતાની પત્નીઓને, દીકરીઓને અને અન્ય મુસલમાન સ્ત્રીઓને કહી દે કે બુરખે ઓઢી રાખે. આ

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246