________________
કુરાન અને તેને ઉપદેશ
૨૧૭ (૧) “અલ્લાહ એક છે” તે નિકાર છે. “તે સકળ સૃષ્ટિને સ્વામી છે,” અને સૌને પિતપોતાનાં કર્મોના ફળ દેનાર છે. એ એક અલ્લાહ સિવાય બીજા કોઈની આરાધના ન કરવી જોઈએ.
(૨) સૌ મનુષ્ય એક ભગવાનનાં સંતાન છે અને પરસ્પર ભાઈભાઈ છે. “ દુનિયામાં તે માણસ સૌથી વધારે આબરૂદાર ગણાય છે કે જે બૂરાઈથી બચે છે ને ભલા કામમાં લીન રહે છે.”
(૩) દુનિયાના સર્વે મહાન ધર્મોને આવિર્ભાવ એ ઈશ્વરથી થાય છે. સૌ ધર્મોને સ્થાપકોને એક જ રીતે ઈશ્વરથી પ્રકાશ મળે છે ને તેથી સૌ ધર્મો સાચા છે અને મૂળમાં “સૌ ધર્મો એક છે.”
() જુદા જુદા ધર્મોમાં સ્થલ ને કાળના ફેરફારને કારણે રીતરિવાજ, પૂજાવિધિમાં તફાવત છે, મૂળભૂત સિદ્ધાંતોમાં ભેદ નથી. લેકે પોતાના ધર્મના મૂળ સિદ્ધાંતોને ભૂલી જઈને લડાઈઓ કરવા લાગી જાય છે, પરમાર્થને બદલે “રીતરિવાજે તથ પૂજાવિધિઓને વધારે મહત્ત્વનાં ગણવા લાગી જાય છે. ”
(૫) « પ્રાર્થનાવેળાએ ભક્ત પૂર્વ કે પશ્ચિમમાં મેં રાખે તે ખરી વસ્તુ નથી.” ખરી વાત એ છે કે મનુષ્ય
એક ઈશ્વરને માને તથા ભલાઈનાં કામ કરે. કુરાનમાં નિમાજ ને રેજા બનેને આદેશ છે. પરંતુ ન તે નિમાજને ખાસ પ્રકાર ઠરાવવામાં આવ્યો છે કે ન રોજાનો કડક