Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 219
________________ ૨૧૦ ગીતા અને કુરાન જેઓ ધીરજથી સહન કરે છે, ઈશ્વરને રાજી રાખવા મથે છે, ઈશ્વરે એમને જે આપ્યું છે તેમાંથી ગુપ્ત તથા જાહેર દાન કરે છે, તથા અપકાર કરનાર ઉપર ઉપકાર કરે છે તે માણસને આ દુનિયામાં રહેવાને સારુ સ્થાન મળશે.” (૧૩–૨૨) જે કોઈ તમને રંજાડે તો તમે તેટલા જ પ્રમાણમાં તેને દુઃખ દઈ શકે છે, પણ તમે જે ખમી ખાઓ તે સહન કરવાવાળાને વધારે સારું ફળ મળશે. તે માટે સહનશીલતા કેળ. ઈશ્વરની કૃપા વિના ધીરજ નહીં ધરી શકાય. બીજાની ચિંતા ન કરો અને એવું ન વિચારતા રહે કે બીજાઓ તમારે માટે શું ધારતા હશે. ખરેખર ઈશ્વર તેમને સાથી છે જેઓ બૂરાં કામ કરતાં નથી, તથા બીજાઓ સાથે ભલાઈથી વર્તે છે”(૧૬–૧૨૬ થી ૧૨૮). ખરાબ તથા સારાં કર્મો સાથે સાથે નથી થઈ શકતાં. બૂરાઈને બદલે ભલાઈથી આપે; આથી દુશ્મન પણ તમારો પાકે મિત્ર બની જશે. અને જે કઈ દુષ્ટજન તમારું નુકસાન કરે તે ઈશ્વરનું શરણ લે. ખરેખર ઈશ્વર સર્વ કાંઈ સાંભળે તથા જાણે છે” (૪૧-૩૪, ૩૬). જે કોઈ તમારી સાથે બૂરાઈ કરે તો તેને પ્રમાણસર જ સજા કરી શકે છે; પણ જે ક્ષમા આપે છે તથા આ રીતે ખરાબ કરનારને સુધારે છે તેને પ્રભુ ઇનામ આપે છે. ખરેખર ઈશ્વર જુલમ કરવાવાળાઓને ચાહતો નથી. જેના ઉપર જુલમ થાય તે જે સ્વરક્ષણમાં કાંઈ કરે તે તે ગુને નથી. ગુને તો તેઓ કરે છે, જેઓ બીજાઓને દુઃખ દે છે તથા આ દુનિયામાં ધર્મની આજ્ઞાઓ વિરુદ્ધ જઈને ટંટાક્રિસાદ કરે છે. આવા લોકોને ઈશ્વર સખત દંડ દેશે; પરંતુ દુખિત જે પૈર્ય ધારે અને ક્ષમા આપે તે એ કામ એવું છે કે જે કરવા યોગ્ય છે અને એવી જ ભાવના રાખવી જોઈએ” (૪૨-૪૦ થી ૪૩).

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246