________________
૧૩૪
ગીતા અને કુરાન
“ આસુર લેકા પ્રવૃત્તિ શું, નિવૃત્તિ શું એ જાણતા નથી. તેમ જ તેમને નથી શૌચનું કે આચારનું કે સત્યનું ભાન. તેઓ કહે છે~ જગત અસત્ય, આધાર વિનાનું ને ઈશ્વર વિનાનું છે; કેવળ નરમાદાના સંબંધથી થયેલું છે. તેમાં વિષયભેગ સિવાય ખીજો શે! હેતુ હેાય? ભયાનક કામેા કરવાવાળા, મંદમતિ, દુષ્ટા આવા અભિપ્રાયને પકડી રાખી જગતના શત્રુ બનીને તેના નાશને સારું ઊભરાય છે. તૃપ્ત ન થાય એવી કામનાઓથી ભરપૂર, કંબી, માની, મદાંધ, અશુભ નિશ્ચયેાવાળા માહોથી દુષ્ટ ઇચ્છાએ ગ્રહણ કરીને પ્રવર્તે છે! પ્રલય સુધી જેને અંત જ નથી એવી અમાપ ચિંતાને આશ્રય લઈને, કામેાના પરમભોગી, ‘ભાગ એ જ સર્વસ્વ છે’ એવા નિશ્ચય કરવાવાળા, સેંકડા આશાની જાળમાં ફસાયેલા, કામી, ક્રોધી, વિષયભેગને અર્થે અન્યાયપૂર્વક દ્રવ્યસંચય ઇચ્છે છે. આજ મેં આ મેળવ્યું, આ મનેારથ ( હવે ) પૂરા કરીશ; આટલું ધન મારી પાસે છે, વળી કાલે આટલું બીજું મારું થશે; આ શત્રુને તે માર્યાં, બીજાને પણ મારીશ; હું સર્વસંપન્ન છું, ભાગી છું, સિદ્ધ છું, બળવાન છું, સુખી છું; હું શ્રીમંત છું, કુલીન છું, મારા જેવા બીજે કાણુ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, આનંદ માણીશ; એમ અજ્ઞાનથી મૂઢ થયેલા માને છે, અને અનેક ભ્રમણામાં પડી માહજાળમાં ફસાઈ વિષયભાગમાં મસ્ત થયેલા અશુભ નરકમાં પડે છે. પેાતાને મોટા માનનાર, અક્કડ, ધન અને માનના મદમાં મસ્ત ( એવા એ ) દંભથી અને વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞ કરે છે. અહંકાર, બળ, ઘમંડ,. કામ અને ક્રોધને આશ્રય લેનારા, નિંદા કરનારા અને તેમના તે બીજાએમાં રહેલા જે હું તેને દ્વેષ કરનારા દ્વેષી, ક્રૂર, અમંગળ નરાધમેાને હું આ આસુરી યાનિમાં જ વારંવાર નાખું છું”
તે છે. એ નીચ, સંસારમાંની અત્યંત (૧૬-૭ થી ૧૯ ).