________________
કુરાન અને તેને ઉપદેશ
૨૧ જેઓ અન્યાયથી અનાથેની મિલકત પચાવી પાડે છે તેઓ સાચેસાચ પિતાના પેટમાં આગ ઠાલવે છે; એમને બળતી આગમાં જ હેમાવું પડશે” (૪-૧૦).
ઈશ્વર ઈચ્છે છે કે તમારા ઉપર તે દયા કરે, પણ જેઓ વાસનાબદ્ધ છે તેઓ ઈચ્છે છે કે તમે ઈશ્વરથી દૂર રહો” (૪-૨૭).
ઈશ્વરે તમારામાંથી કોઈને વધારે મિલકત આપી હોય તે તમે તેની ઈર્ષ્યા ન કરે. દરેક સ્ત્રીપુરુષને ન્યાયપુર:સરની કમાઈ જરૂર મળશે, ઈશ્વરની પ્રાર્થના કરો કે તમારી કમાઈ સવાઈ થતી રહે. ઈશ્વર સર્વજ્ઞ છે” (૪-૩૨).
ઈશ્વરને ભજે, એની સાથે બીજા કોઈને ન જોડે. પિતાનાં માબાપ સાથે, સગાંવહાલાં સાથે, અનાથો તથા ગરીબ સાથે, પોતાના આપ્ત તથા ઈતર પડોશીઓ સાથે, રસ્તે ચાલનારા સાથે, પ્રવાસીઓ સાથે, તમારા આશ્રિત સાથે, સૌની સાથે, ભલાઈથી વર્તે તથા નરમાઈ રાખે; ખરેખર ઈશ્વર ઘમંડીઓને તથા આપબડાઈ કરવાવાળાઓને નથી ચાહતો” (૪-૩૬).
હે ભક્તો ! સદૈવ ન્યાયી બને, અને ઈશ્વરને નામે સાચી સાક્ષી પુરાવો. ભલે તે તમારી, તમારાં માબાપની કે કેઈ નજીકનાં સગાંની વિરુદ્ધ જતી હોય. આમાં અમીર ગરીબને વિચાર ન કરે...” (૪-૧૫).
હે શ્રદ્ધાળુઓ ! ઈશ્વરને નામે સદા સત્યને અનુસરે. સાચી સાક્ષી પુરાવો. કેઈન પ્રત્યે ઘણું હોય પણ તેને અન્યાય ન કરે, સૌની સાથે ન્યાયથી વર્તો. આ સદાચાર પવિત્ર જીવનનું અંગ છે. ઈશ્વરનો વિચાર દૃષ્ટિ સમક્ષ રાખો. તે તે સર્વત છે તેથી તમે શું કરો છો તે તે જાણે છે” (૫–૮).