________________
ગીતાધર્મ
૧૩૯ કામ્ય (કામનાથી ઉત્પન્ન થયેલાં) કર્મોનો ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ નામે જાણે છે. બધાં કર્મોનાં ફળના ત્યાગને ડાહ્યા છે કે ત્યાગ કહે છે” (૧૮-૨).
ગીતામાં જ્યાં જ્યાં “ફલના ત્યાગનો અથવા શુભાશુભ પરિણામની પરવા ન કરવાનો ઉલ્લેખ છે તેને અર્થ એટલે જ છે કે પોતાના કર્તવ્યપાલનમાં કર્તાને સુખ સાંપડે કે દુઃખ મળે, તેની નામના વધે કે ઘટે, એની લેશ પણ સ્પૃહા ન કરવી જોઈએ અને કર્તાના મન ઉપર તેની અસર પણ ન થવી જોઈએ. આનો અર્થ એમ ન કરે કે કઈ પણ કામ પરિણામને વિચાર કર્યા વિના કરવું. જે કર્મ
પરિણામને, અપ્રસ્તુતતાને કે અઘટિતતાનો વિચાર કર્યા વિના” કરવામાં આવે છે તેને તામસી કર્મ કહ્યું છે એ આપણે પાછલા અધ્યાયમાં જોઈ ગયા છીએ. સ્વાર્થત્યાગને ભાવ રાખીને અને લેકકલ્યાણને ઈચ્છીને કામ કરવું જોઈએ એ “ફલત્યાગને અર્થ છે. એને જ આ અધ્યાયમાં સાચે “સંન્યાસ” અથવા “ત્યાગ’ કહ્યો છે.
“યજ્ઞ, દાન, ને તપરૂપી કર્મ કરવાં જોઈએ. આ મનુષ્યને પાવન કરનારાં છે, પરંતુ આ કર્મો પણ આસક્તિ અને ફલેચછાનો ત્યાગ કરીને કરવાં જોઈએ (૧૮ – ૫,૬). આને જ સાત્ત્વિક ત્યાગ કહ્યો છે (૧૮- ૯, ૧૧). નિયત કર્મને ત્યાગ યેગ્ય નથી. મોહને વશ થઈને અથવા કાયાના કષ્ટના ભયથી કર્મને ત્યાગ થાય છે તે અહિતકર છે (૧૮ – ૭,૮). જ્ઞાન પણ ત્રણ પ્રકારનાં છે. જે વડે મનુષ્ય બધાં ભૂતોમાં એક જ અવિનાશી ભાવને અને વિવિધતામાં એકતાને જુએ છે તેને સાત્વિક જ્ઞાન જાણ. જુદા જુદા (દેખાતા) હોવાથી બધાં ભૂતોમાં