________________
કુરાન અને તેને ઉપદેશ “ઈશ્વર ક્ષમાવાન તથા માયાળુ છે” (૮૫–૧૫ ). “ઈશ્વર સત્ય રૂપ છે” (૨૨–૬૨).
“ઈશ્વર આકાશ તથા પૃથ્વીને પ્રકાશ છે. જાણે કે એક થાંભલા ઉપર દીવો બળી રહ્યો છે, દીવો કાચમાં છે, આ કાચ ઝગમગતા એક તેજસ્વી તારા રૂપે છે, તે જેતૂન (લિવ)ના તેલથી બળી રહ્યો છે; આ નથી પૂર્વનો કે નથી પશ્ચિમનો, જેનું તેલ વગર આંચે પ્રકાશ આપે છે; ઈશ્વર જાતિઓને જ્યોતિ છે. ઈશ્વર ધારે તેને પ્રકાશની તરફ લઈ જાય છે; ઈશ્વર મનુષ્યને દષ્ટાંતો દ્વારા ઉપદેશે છે; ઈશ્વર સર્વજ્ઞ છે” (૨૪-૩૫).
“જયાં તમે મોં ફેરવે ત્યાં અલ્લાહનું મુખ છે.(૨–૧૧૫)
“પૃથ્વીનાં સર્વ વૃક્ષની લેખિની બનાવી લેવામાં આવે, સાત સમુદ્રો મળીને શાહી બને, અને જે લખવામાં આવે તે પણ ઈશ્વરની વાત પૂરી થઈ શકતી નથી. ઈશ્વર સૌથી મટે ને સર્વજ્ઞ છે” (૩૧-ર૭).
નમ્રતાપૂર્વક ડર રાખીને ધીમા સ્વરે સવારે ને સાંજે પિતામાં રહેલ ઈશ્વરને યાદ કરે. અસાવધ થશે નહીં.” (–૨૦૫).
દિવસના બને સંધિકાળે (સવારે તથા સાંજે) અને રાત્રિના આરંભના કલાકમાં ઈશ્વરની પ્રાર્થના કરે. સત્કર્મોથી દુષ્કર્મોનું છેદન થાય છે. જે આને વિચાર કરે છે તેને યાદ દેવડાવવા માટે છે.
૧. જ્યોતિષામત્તિક તિઃ-તે પ્રકાશનો પ્રકાશ છે. ગીતા ૨. વિશ્વતોમુવમ-એનું મોઢું ચોમેર છે.—ગીતા
૩. સરખા મહિમ્નસ્તોત્રમાંને શ્લેક : “સુરતવરસાણ જેલિની પત્રકુ . . . --અનુવાદક