________________
કુરાન અને તેને ઉપદેશ
૧૬૭ તે જ અલ્લાહ છે, તેના વિના બીજો કોઈ ઈશ્વર નથી; તે અનાદિ, અનન્ત તથા સ્વયંભૂ છે, તે સર્વવ્યાપી છે તથા સદા જાગ્રત છે; આકાશ ને જમીન ઉપર જે કાંઈ છે તે સર્વ તેનું છે. જ્યાં સુધી એનો આદેશ ન થાય ત્યાં સુધી કોઈ એના કામમાં માથું ન મારી શકે; તે અમારી ભૂતકાળની તથા ભવિષ્યની વાતો જાણનારે છે (તે ત્રિકાળજ્ઞાની છે). અમે તેના જ્ઞાનભંડારમાંથી એની ઈચ્છા પ્રમાણેનું જ પામી શકીએ છીએ; આકાશ ને જમીન એનાં કાર્યક્ષેત્ર છે. તે આ સૌનું રક્ષણ કરે છે, તેને કદી થાક લાગતું નથી, તે સૌથી ઊંચે ને મોટે છે” (૨-૨૫૫).
“જ્યારે મારા ભક્તો મારે વિષે તમને પૂછે તે કહી દેજે કે ખરેખર તે તેમની સમીપમાં છે, જ્યારે કોઈ મારી પ્રાર્થના કરે છે ત્યારે હું તેને ઉત્તર આપી દઉં છું તેથી મનુષ્યોએ અલ્લાહ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ; ઈશ્વરને આદેશ માનવો જોઈએ જેથી સન્માર્ગે જઈ શકાય” (૨ – ૧૮૬).
સાચે જ અલ્લાહે મનુષ્ય પેદા કર્યા છે. માનવીના હૃદયમાં જે સ્કુરે છે તે ઈશ્વર જાણે છે તથા મનુષ્યની નસો કરતાં પણ ઈશ્વર મનુષ્યની વધારે નિકટ છે” (૫૦ – ૧૬ ).
“મનુષ્યને જે દુઃખ નડે છે તે તેમની પોતાની કરણીનાં ફળ છે; છતાંય ઈશ્વર તે ઘણા દોષે માફ કરી દે છે.” (૪૨ – ૩૦).
કહી દે હે ઈશ્વરભક્તો ! જેમણે પિતાના આત્માને છળે છે, તેમણે નિરાશ ન થવું; સાચે જ ઈશ્વર સર્વ ગુનાએ માફ કરી દે છે. ઈશ્વર ક્ષમા આપનાર દયાળુ છે” ( ૩૯ – ૫૩).
ઈશ્વર સૌ દયાવતને દયાવંત છે” (૧૨–૯૨). "