________________
ગીતા અને કુરાન પ્રભુ સૌની અર્ચના-પ્રાર્થના - સ્તુતિ સાંભળે છે ને તેઓ જે કાંઈ કરે છે તે તે જાણે છે.
“અલ્લાહ જ આકાશનો તથા ધરતીને સ્વામી છે અને છેવટે સૌએ ઈશ્વરમાં જ લીન થવાનું છે.
“શું તમે નથી જાણતા કે ઈશ્વર વાદળોને ખેંચી લઈ જાય છે, તેને ભેગાં કરે છે અને તેમાંથી મેહ વરસાવે છે? તે પર્વત જેવાં મોટાં વાદળાંઓ મોકલે છે ને તેમાંથી કરા વરસાવે છે. એની ઈચછાનુસાર એ કરાના વરસાદથી કઈકને નુકસાન પહોંચે છે તથા કઈક બચી જાય છે. એણે મોકલેલ વીજળીને ચમકાર આંખને આંજી દે છે.
અલ્લાહ જ રાતમાંથી દહાડે ને દિવસમાંથી રાત કરે છે. જેઓ આ સઘળું જોઈ સમજી શકે છે તેમને આમાંથી જ્ઞાન મળી જાય છે.
“અલ્લાહે પાણીમાંથી પ્રાણીઓ પેદા કર્યા આ પ્રાણીઓમાંનાં કઈક પેટે ચાલે છે, કેઈક બે પગ પર ને કાઈક ચાર પગો પર ચાલે છે. ઈશ્વર જે ચાહે તે બનાવે છે. તે સર્વશક્તિમાન છે” (૨૪-૪૧ થી ૪૫).
તેણે આકાશ ને જમીન બનાવ્યાં છે; . . . તેણે સર્વ ચીજો સરજાવી છે, તે સૌને ઓળખે છે.
તે અલ્લાહ જ સૌને પાલનહાર છે, તેના સિવાય બીજે કોઈ અલ્લાહ નથી.* તે સર્વ સૃષ્ટિનો સરજનહાર છે, તેથી તેનું જ પૂજન કરે, સૌ એને વશ છે.
(આપણ) આંખે એને દેખી શકતી નથી પણ તે સૌ આંખોને જુએ છે. તે સૂકમમાં સૂક્ષ્મ વસ્તુને જાણે છે, તે સર્વજ્ઞ છે” (૬-૧૦૨ થી ૧૦૪). * વાદિતી –તે એક જ છે, બીજો નહીં– ઉપનિષદ