________________
કુરાન અને તેને ઉપદેશ
૧૯૩ નિશ્ચિત માની લેજો કે ઈશ્વર તેમની સાથે છે જેઓ બૂરાઈથી બચતા રહે છે.
ને ઈશ્વરમાર્ગમાં ધન ખર્ચતા રહે. પિતાને હાથે પોતાના પગ પર કુહાડે ન મારે, બીજાઓનું ભલું કરો; ઈશ્વર તેને ચાહે છે જે બીજાનું ભલું કરે છે (બીજા ઉપર ઉપકાર કરે છે)” (૨–૧૯૦ થી ૧૯૫).
અને જે મુસલમાનોનાં પણ બે દળો પરસ્પર લડવા લાગે છે તેમાં સંપ કરાવે; પણ એક દળ બીજા ઉપર જુલમ કરે છે તે જે દળ જુલમ કરે છે તે જ્યાં સુધી ઈશ્વરની આજ્ઞાને ન માને ત્યાં સુધી તેનો સામનો કરે. પછી જે તે માની જાય તો બન્નેમાં ન્યાયયુક્ત સુલેહ કરાવી દો અને ન્યાયથી વર્તો. ઈશ્વર તેને જ ચાહે છે જે ઈન્સાફ પ્રમાણે કામ કરે છે” (૪૯-૯).
મુસલમાનો તથા ઇતરે બન્ને માટે લડાઈની પરવાનગીની આટલી જ આયતો કુરાનમાં છે.
ઇસ્લામ પહેલાં અરબસ્તાનમાં તથા આસપાસના પ્રદેશમાં એ રિવાજ હતું કે દુમિનેના માણસોને લડાઈ માં કેદ કરવામાં આવતા તેમને કાં તો મારી નાખવામાં આવતા હતા અથવા ગુલામ બનાવવામાં આવતા હતા. કુરાને આ રિવાજમાં ફેરફાર કરનાર નીચેને હુકમ ફરમાવ્યું છેઃ
લડાઈમાં જેને કેદ કરવામાં આવે તેને દુશમન ઉપર ઉપકાર કરવાની દૃષ્ટિએ છેડી દેવામાં આવે અથવા તો જ્યાં સુધી લડાઈ ચાલુ હોય ત્યાં સુધી દરેક કેદીને જામીન ઉપર છોડી દેવામાં આવે” (૪૭–૪). ગી.-૧૩