________________
ગીતા અને કુરાન “દેવતાઓનું પૂજન કરનારા દેવકને પામે છે, પિતૃઓનું પૂજન કરનારા પિતૃલકને પામે છે, ભૂતપ્રેતાદિને પૂજનારા તે લોકોને પામે છે, અને મને ભજનારા મને પામે છે” (૨૫).
આ માટે જ ગીતાને સ્પષ્ટ ઉપદેશ છે કે બીજા સર્વ દેવેને છોડીને માત્ર એક ઈશ્વરનું જ પૂજન કરવું જોઈએ (૯ ૨૭, ૩૪). અને “બધા ધર્મોને ત્યાગ કરીને એક મારું જ શરણ લે. હું તને બધાં પાપથી મુક્ત કરીશ. શેક મા કર” (૧૮, ૬૬).
આ પ્રમાણે ગીતા તથા કુરાન બંને માત્ર એક ઈશ્વરના પૂજનને જ ઉપદેશ કરે છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રએ વર્ણભેદને ગીતા જન્મથી ન માનતાં મનુષ્યના ગુણ, કર્મ તથા સ્વભાવથી ઉત્પન્ન થયેલ માને છે. ગીતાના મંતવ્ય પ્રમાણે કઈ ચા કે નીચ નથી. શમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસ્તિકતા એ બ્રાહ્મણનાં સ્વભાવજન્ય કર્મો છે. શૌર્ય, તેજ, ધતિ, દક્ષતા, યુદ્ધમાં પાછા ન હઠવું, દાન, રાજ્યકર્તાપણું એ ક્ષત્રિયનાં સ્વભાવજન્ય કર્મો છે. ખેતી, ગેરક્ષા, વેપાર એ વૈશ્યનાં સ્વભાવજન્ય કર્મો છે. વળી શૂનું સ્વભાવજન્ય કર્મ ચાકરી છે (૧૮, ૪૨-૪૪).
ન જન્મ કે કુટુંબ સાથે કે ન કોઈ ધર્મ સાથે આનો સંબંધ છે. આ ચાર પ્રકારના મનુષ્ય પ્રત્યેક દેશમાં તથા ધર્મમાં હોય છે, એટલે કે જે ગીતા પ્રમાણે આપણે માનવા લાગીએ તે હિંદુસ્તાનના લાખે નેકરી ને મજૂરી કરવાવાળા બ્રાહ્મણને ક્ષત્રિય કે શુદ્ર માનવા પડશે. મુંબઈના વહેરા