________________
કુરાન
દુરાચારની હદ ન હતી, મદિરાપાનથી ઘણાખરા આર મરણ પામતા હતા; દારૂ સાથે જુગાર પ્રચલિત હતો. જુગારમાં સ્થાવર તથા જંગમ મિલક્ત હારી જવા ઉપરાંત પિતાના દેહના સોદા થતા હતા અને આવી બાજી હારી જતાં ગુલામી સ્વીકારવી પડતી હતી.
ગુલામેને જાનવર પેઠે રાખવામાં આવતા હતા; એટલે કે તેમની લેવડદેવડ બજારભાવે થતી હતી. આ વેપાર એટલી હદે થતો હતો કે ધાવણ ધાવતાં બાળકોને માથી અળગાં કરવામાં આવતાં હતાં. મા કઈકને ત્યાં વેચાઈ હોય તે ધાવણ ધાવતે દીકરે કઈકને ત્યાં. ગુલામને મારી નાખવા માટે સજા થતી નહીં. ગુલામ સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં પાપ મનાતું ન હતું અને ક્યારેક ક્યારેક આવી સ્ત્રીઓ પાસે વેશ્યાને બંધ કરાવી તેને શેઠ કમાણી કરતો હતો.
આર પિતાના દુરાચારનાં વખાણ કરવામાં ગર્વ લેતા હતા.
સ્ત્રીઓ પ્રત્યેનું આરએનું વર્તન નિંદ્ય જ હતું. સ્ત્રીએને એક અધિકાર પ્રાપ્ત ન હતે. પુરુષ ફાવે તેટલાં લગ્ન કરી શકો અને ફાવે ત્યારે છૂટાછેડા કરી શકતો હતે. અનેક પતિઓને રિવાજ પણ હતું. અઠવાડિયાના દિવસે અમુક અમુક પતિ માટે મુકરર થયેલા રહેતા. બાપના મરણ પછી એની પત્નીએ વડા દીકરાની પત્નીઓ મનાતી, જે માની કૂખે વડા દીકરાને જન્મ થયો હોય, અથવા તે તે સ્ત્રી કે જેનાં ધાવણ તે ધાવ્યો હોય તેને ગી–૧૧