________________
ગીતાસાર ગીતાના દરેક અધ્યાયને સાર આપણે જોઈ ગયા. આમાં અમે એ ગીતાધર્મ” બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે દરેક દેશ, કાળ તથા જાતિ માટે અમૂલ્ય ઉપદેશરૂપ છે. અર્થનો અનર્થ ન થાય તે રીતે લેકને સાર તારવ્યું છે, કેટલેક ઠેકાણે કેનું ભાષાંતર છે.
જીવ ને શિવ વચ્ચેનો સંબંધ છે ? ઈશ્વર અવ્યકત અને વ્યક્ત પણ છે? આત્મા અને સ્કૂલ શું છે? પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થઈ? આવા સર્વદાર્શનિક પ્રશ્નોની ચર્ચા પિતાની રીતે ગીતાએ કરી છે. ગીતાને ઝેક અદ્વૈતવાદ તરફ છે છતાંય ગીતા ઉપદેશ છે કે સાચું ધાર્મિક જીવન વિતાડવા માટે માત્ર એક પરમેશ્વરમાં આસ્થા રાખવી જરૂરી છે, વાદમાં પડવું જરૂરી નથી.
ગીતાધર્મ આચરણ–પાલન ઉપર ભાર મૂકે છે. આ સંસારમાં જીવન કેમ ગાળવું એ જ ધર્મ છે, શું માનવું, ન માનવું એ નહીં.
હવે અમે ફરીથી અઢાર અધ્યાયને સાર સંક્ષેપમાં આપીએ છીએ.
તે કાળે આ દેશમાં ઘણાં જુદાં જુદાં કુળ, જાતિ તથા વર્ણ હતાં અને તે સર્વનો સંબંધ જન્મથી માનવામાં આવતે હતે; અને બહુ લાંબા સમય પહેલાંથી દરેક જાતિના ભિન્ન
૧૪૩