________________
૧૩૪
ગીતા અને કુરાન
લેકાએ વર્ણવ્યું છે; આને જેઓ જાણે છે તે વેદને જાણનારા
જ્ઞાની છે.
ગુણાના સ્પર્શ વડે વૃદ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળવાળી તે અશ્વત્થની ડાળીએ નીચે ઉપર પ્રસરેલી છે; કર્માનાં અંધન કરનારાં તેનાં મૂળ મનુષ્ય-લેકમાં નીચે ફેલાયેલાં છે. આનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી. તેને અંત નથી, આદિ નથી, પાયેા નથી, ખૂબ ઊંડે ગયેલા મૂળવાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીને મનુષ્ય આ પ્રાર્થના કરે: “જેણે સનાતન–પ્રવૃત્તિ — માયા-પસારેલી છે તે આદિપુરુષને હું શરણુ જાઉં છું!' અને તે પદને શેાધે કે જેને પામનારાને કરી જન્મમરણના ચક્રમાં પડવું નથી પડતું (૧૫–૧ થી ૪ ).
=
""
“ જેણે માનમેાહને ત્યાગ કર્યાં છે, જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્યાં છે, જે આત્મામાં નિત્ય નિમય છે, જેના વિષયા શમી ગયા છે, જે સુખદુઃખરૂપી દ્વંદ્રોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે. ત્યાં સૂર્યને, ચંદ્રને કે અગ્નિને પ્રકાશ આપવાપણું રહેતું નથી હોતું. જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું. એ પરમ ધામ છે” (૧૫–૫, ૬ ).
'
'
“ ઈશ્વરના સનાતન અંશ જીવલેાકમાં જીવ થઈને પ્રકૃતિમાં રહેલ પાંચ ઈંદ્રિયા અને મનને આકર્ષે છે” (૧૫-૭).
“ યત્ન કરતાં યોગીજન પેાતાને વિષે રહેલા ( આ ઈશ્વર ) તે જુએ છે. જેણે આત્મશુદ્ધિ નથી કરી એવા મૂંજન યત્ન કરતાં છતાં પણ એને એળખતા નથી. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશે છે અને જે તેજ ચન્દ્રમાં અને અગ્નિમાં રહેલું છે તે મારું છે એમ જાણુ. પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરું છું, અને રસેા ઉત્પન્ન કરું છું. પ્રાણીએના દેહને આશ્રય લઈ જઠરાગ્નિ