________________
૧૧૭
વીતાધર્મ મનુષ્યને પાપ તરફ પ્રેરનાર બે ચીજો – કામ તથા ક્રોધ. એને શત્રુરૂપ સમજ. જેમ ધુમાડાથી અગ્નિ અથવા મેલથી અરીસે અથવા ઓરથી ગર્ભ ટંકાયેલો રહે છે, તેમ કામાદિરૂપ શત્રુથી આ જ્ઞાન ઢંકાયેલું રહે છે (૩-૩૭, ૩૮). તેથી પહેલાં તો ઈન્દ્રિયોને નિયમમાં રાખી જ્ઞાન અને અનુભવોને નાશ કરનારા આ પાપીને અવશ્ય ત્યાગ કર જોઈએ (૩-૪૧). ઈન્દ્રિ સૂમ છે, તેથી વધારે સૂમ મન છે, તેથી વધારે સૂક્ષ્મ બુદ્ધિ છે. જે બુદ્ધિથી પણ અત્યંત સૂમ છે તે આત્મા છે (૩-૪૨). આમ બુદ્ધિથી પર આત્માને ઓળખીને અને આત્મા વડે મનને વશ કરીને કામરૂપ દુર્જય શત્રુને સંહાર કરી આત્મા ભણું આગળ વધે (૩-૪૩). આ જ સાચે ધર્મ છે અને આ જ તે યોગ છે જે પરંપરાથી ચાલતો આવે છે, અને જેને ભૂલી જવાથી મનુષ્યો અધર્મમાં ફસાયા છે (૪–૧થી૩).
એ અધ્યાય ચેથા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે
જ્યારે જ્યારે ધર્મ મંદ પડે છે અને અધર્મ જોર કરે છે ત્યારે ત્યારે મહાન આત્માઓ જન્મ લે છે અને ધર્મમાર્ગ દાખવે છે.” (૪-૭, ૮).
- રાગ, ભય, ક્રધરહિત થયેલા ઈશ્વરનું જ ધ્યાન ધરતાં તેનું શરણું લેનારાને સાચું જ્ઞાન લાધે છે તથા તેઓ છેવટે ઈશ્વરમય થઈ જાય છે (૪ -- ૧૦ ) મોક્ષ મેળવવા માટે કોઈ વિધિઓની જરૂર નથી; મેહ, ભય તથા કે મનમાંથી કાઢી નાંખીને તેને ઈશ્વર તરફ લઈ જવાની જરૂર છે.
કર્મકાંડ દરેક ધર્મમાં જુદા જુદા હોય છે. ગીતા આ સર્વને સમાન દષ્ટિએ જુએ છે. ગ.-૮