________________
ગીતાધર્મ
૧૯
છેડે, પ્રાણીમાત્રને વિષે દ્વેષરહિત થઈ રહે છે તે ઈશ્વરને પામે છે” ( ૧૧ – ૫૫ ).
આમા અધ્યાય
<<
ભક્તિયેાગ નામે બારમા અધ્યાયમાં અર્જુને પા પ્રશ્ન કર્યો છે કે ઈશ્વરની સદ્ગુણ અને નિર્ગુણ ઉપાસના કરનારમાંના કાણુ સીધે રસ્તે જનાર છે. ગીતાજીના ઉત્તર છેઃ નિત્ય ધ્યાન ધરતે ઈશ્વરમાં મન આરોપીને જે શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને ઉપાસે છે તેને ઈશ્વર ત્રેયેાગી ગણે છે. બધી ઇન્દ્રિયાને વશમાં રાખીને, બધે સમત્વ જાળવીને જેઓ દૃઢ, અચળ, ધીર, અર્ચિત્ય, સર્વવ્યાપી, અવ્યક્ત, અવર્ણનીય, અવિનાશી સ્વરૂપને ઉપાસે છે તે સર્વ પ્રાણીઓના હિતમાં પરાવાયેલ ઈશ્વરને જ પામે છે' (૧૨–૨,૩,૪). પરંતુ અવ્યક્તની ઉપાસનાના માર્ગે કહ્યુ છે (૧૨-૫ ). તેથી સર્વ કાઁ ઈશ્વરને સમર્પી ઈશ્વરનું ધ્યાન ધરીને પોતાના કાર્યમાં લીન રહેવું જોઈ એ (૧૨-૬). જે પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષરહિત, સર્વને મિત્ર, દયાવાન, મમતારહિત, અહંકારરહિત, સુખદુઃખ વિષે સરખા, ક્ષમાવાન, સદાય સંતોષી, યોગયુક્ત, ઇંદ્રિયનિગ્રહી, દૃઢ નિશ્ચયવાળા છે, અને મારે વિષે જેણે પેાતાનાં બુદ્ધિ તે મન અર્પણ કર્યાં છે. એવા ઈશ્વરના ભક્ત ઈશ્વરને પ્રિય છે (૧૨–૧૩,૧૪). જેનાથી લેાકા ઉદ્દેગ નથી પામતા, જે લેાકાથી ઉઠેગ નથી પામતા, જે હર્ષ, ક્રોધ, અદેખાઈ, ભય, ઉદ્વેગથી મુક્ત છે તે ઈશ્વરને પ્રિય છે (૧૨–૧૫). જે ઇચ્છારહિત છે, પવિત્ર છે, દક્ષ ( સાવધાન ) છે, તટસ્થ છે, ચિંતારહિત છે, સંકલ્પમાત્રને જેણે ત્યાગ કર્યાં છે તે ઈશ્વરના ભક્ત છે અને ઈશ્વરને પ્રિય છે (૧૨-૧૬). જે હર્ષ પામતા નથી, જે દ્વેષ કરતા નથી, જે ચિંતા નથી કરતા, જે આશાએ નથી બાંધતા, જે શુભાશુભને ત્યાગ કરનારા છે, તે ભક્તિપરાયણુ
ગી.~~