________________
ગીતાધર્મ
૧ર૧ તપસ્વીઓમાં તપ અને પ્રાણીમાત્રમાં પ્રાણ ઈશ્વર જ છે, તે જ સૌનું બીજ છે. તે જ બુદ્ધિમાનની બુદ્ધિ, તેજસ્વીનું તે જ છે. તે જ બલવાનોનું કામ અને રાગ વિનાનું બળ છે, તે જ પ્રાણીઓમાં ધર્મનો વિરોધી કામ છે, સાત્વિક, રાજસી અને તાપસી ભા ઈશ્વરથી જ પેદા થયા છે. પણ ઈશ્વર તે સર્વથી પર છે, આ ત્રિગુણું ભાવમાં ફસાયેલે ઈશ્વરને નથી જાણતે. ઈશ્વર નિત્ય અને પર છે” (૭–૪ થી ૧૩).
“કેટલાક અણસમજુ લે કે પિતાની પ્રકૃતિ પ્રમાણે પિતાની કામનાઓ પૂરી કરવા બીજા દેવતાઓને ભજે છે. જે જેની પૂજા શ્રદ્ધાથી કરવા માગે છે તેને ઈશ્વર તેવી શ્રદ્ધા આપે છે. જે ફળ તેઓને મળે છે તે ઈશ્વરે ઠરાવેલાં હોય છે. પરંતુ એ અજ્ઞાનીઓને મળનારાં ફળો નાશવાન હોય છે. જુદાં જુદાં દેવ દેવીને ભજનાર તે તેને પામે છે, એક ઈશ્વરને ભજનાર એક ઈશ્વરને. અજ્ઞાનીઓ ઈશ્વરના અસલ રૂપને સમજતા નથી. તેઓ તેનું ધ્યાન બાહ્ય વિધિઓ અનુસાર કરે છે. એક રીતે કહીએ તે સૌ દેવદેવીઓનાં રૂપે તે ઈશ્વરનાં જ રૂપે છે. પણ ઈશ્વર નિર્ગુણ, અજન્મ, અવ્યય તથા અક્ષર છે. અલ્પજ્ઞાનીઓ તેને ઓળખી શકતા નથી; પણ પરમેશ્વર તો આગલીપાક્લી સર્વ વાતોને જાણે છે, જે મનુષ્ય રાગદ્વેષ-મોહમાયા રહિત થઈને પાપોથી બચતે રહીને માત્ર એક પ્રભુને ભજે છે તે જ મૂળ તત્વને અને પૂર્ણ બ્રહ્મને પામે છે” (૭–૨૦ થી ૩૦).
આઠમે અધ્યાય આઠમા અધ્યાયમાં કહ્યું છે:
મનુષ્ય અંતકાળે એક પરમેશ્વરનું સ્મરણ કરતાં કરતાં દેહ છોડવો જોઈએ જેથી તે પરમેશ્વરને પામી શકે છે. જેઓ બીજાં દેવદેવીઓનું કે ચીજોનું ધ્યાન ધરે છે તેઓ નાની નાની