________________
ગીતા અને કુરાન
૧૦૦
કરી. આ કેયડા ઉકેલવાની દૃષ્ટિએ કેટલાયે વિદ્વાના ગીતામાં આવેલા યુદ્ધવર્ણનને રૂપક અલંકાર માને છે અને તે પ્રતિપાદિત કરે છે કે મનુષ્યના આત્મામાં ભલાઈબૂરાઈ વચ્ચે ચાલતી લડાઈનું જ આ વર્ણન છે. આ વિષયમાં લેાકમાન્ય તિલક મહારાજના મત સાચા લાગે છે.
<<
જેને ગ્રંથનું રહસ્ય જાણવું હોય તેણે બહારની પરીક્ષાના વાદવિવાદમાં પડવું જરૂરી નથી.
*
( ‘ ગીતારહસ્ય ’ – વિષયપ્રવેશ ) મહાભારતની લડાઈ કયારેય થઈ હાય કે ન થઈ
હાય, એ લડાઈ પહેલાં શ્રીકૃષ્ણે તથા અર્જુને આ રીતના સંવાદ કર્યો હાય કે ન કર્યો હાય, સંજયને દિવ્યષ્ટિ લાધી હાય કે ના લાધી હોય પણ એક વાત સ્પષ્ટ છે કે ગીતાના શ્લેાકેા ન તે। શ્રીકૃષ્ણના, અર્જુનના કે સંજયના રચેલા છે. આ રચના છે વ્યાસની. ગીતાના શ્લોક આ રીતે જ શ્રીકૃષ્ણના કે અર્જુનના મુખમાંથી નીકળેલા સમજવા અથવા ગીતાની ઘટનાને ઇતિહાસની કસોટી ઉપર ચઢાવવી એ ગીતાના અનાદર કર્યાં ખરાખર છે. તે - ભગવદ્દગીતા ' જે સર્વે ઉપનિષદોને ઢાહીને ’ તૈયાર કરવામાં આવી છે, તે વાંચ્યા પછી ખીજા કેાઈ શાસ્ત્રગ્રંથા વાંચવાની જરૂર નથી રહેતી. ગીતા વિશિષ્ટ રીતે તે સમયની ધાર્મિક અવસ્થાનું ચિત્ર દોરે છે; અને સ્પષ્ટરૂપે દરેક દેશ તથા કાળના સંકટગ્રસ્ત આત્માએ માટે એક ઉચ્ચ, અણુમેલ અને અમર સંદેશ આપે છે.
ગીતામાં ઠેરઠેર તે સમયના ધર્માંની દશા, અલગ અલગ પંથા, સંપ્રદાયે, વાડાએ, ધર્મવિચારી, પૂજાના વિધિએ,
""