________________
દુનિયાના સર્વ ધર્મો એક છે મૂકી શકતા નથી. દુનિયાને પલટાવનારી વસ્તુ આચરણ છે, એ ખરું રહસ્ય છે. આપણી વાતે, આપણા ઉપદેશ તથા આપણું વાદવિવાદ કરતાં આપણું કાર્યોનો પ્રભાવ બીજા ઉપર વધારે પડે છે.
ગીતા અને કુરાન વાચકે સમક્ષ મૂકવાને ઉદેશ એ નથી કે અમે માત્ર બુદ્ધિને સંતોષવા ઈચ્છીએ છીએ પરંતુ અમારી નેમ તે એ છે કે મનુષ્ય સત્યનું આચરણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે. અમે ઇચ્છીએ છીએ કે આ બંને સાથેનું વાચન આચરણમાં ઉતારવાની દૃષ્ટિથી થવું જોઈએ. અમારી કામના છે કે આના વાચનથી પ્રભુ આપણને એવું બળ અર્થે કે જેથી આપણે આપણું વાડા, ન્યાતજાત, દેશ, ગામ, તથા કૌટુંબિક સ્વાર્થ બંધનને ઉખેડી નાખી શકીએ. આ અંતરાયે આપણને એકબીજાથી વેગળા રાખે છે ને લડાવી મારે છે. આપણે સૌ એક છીએ એવું વિચારવું કે માની લેવું એટલું જ પૂરતું નથી, પરંતુ આવશ્યકતા એની છે કે આપણે આપણું વ્યક્તિગત તથા સામાજિક વ્યવહારમાંથી એ વાતે કે જે મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ ઊભું કરે છે તેને દૂર કરીએ, ભલે પછી તે રીતરિવાજે હેય, કાયદા હેય કે સાંપ્રદાયિક બંધને હેય.
આપણે માટે કેઈનવા સંપ્રદાયની કે ધર્મની જરૂર નથી. એ માનવધર્મ કે જેના ઉપર સર્વ ધર્મોને ને સંપ્રદાયોને આધાર છે તે આપણે સારુ પૂરતો છે. અત્યારે આવશ્યક્તા છે એક નવા સમાજની, નવી સંસ્કૃતિની કે જેમાં મારાતારાની, આ ટેળીની કે પેલી ટેળીની વાત ન હોય, પરંતુ જેમાં માનવ