________________
દુનિયાના સર્વ ધર્મો એક છે “આ (કુરાન) તે સચ્ચાઈ છે. આ ગ્રંથ પહેલાંના ધર્મગ્રંથનું સમર્થન કરે છે (એટલે કે એ સર્વને સત્ય સાબિત કરે છે).” (બકરહલ ).
“અને તમને (મહંમદ સાહેબને) કેઈ એવી વાત નથી કહી જે પહેલાંના પયગંબરોને ન કહી હોય.” (હા–મીમ, ૪૩)
પ્રભુએ સૈ માટે જુદાં જુદાં વિધિઓ તથા સાધનો બનાવ્યાં છે. જે ઈશ્વર ધારત તો સૌને માટે એકસરખા રીતરિવાજો– રસ્તાઓ બનાવત, પરંતુ પ્રભુએ જેને જે સાધન ચીંધ્યું છે તે દ્વારા જ તે પ્રભુને પરખે. આ માટે સંપ્રદાયના ઝઘડાઓમાં ન પડે અને એકમેકની ભલાઈના કામની સ્પર્ધા કરે. સર્વને પ્રભુ પાસે પાછું જવું છે. તે વેળા જે જે વાતો અંગે તમારામાં મતભેદ છે તે તે પ્રભુ તમને સમજાવી દેશે.” (માદા, ૪૮)
આ ધર્મગ્રંથમાં આવી અગણિત વાત ભરેલી પડી છે. સત્ય વાત એ છે કે
फकत तफावत है नाम ही का,
दरअस्ल सव ओक ही है यारो! जो आबे साफीकी नोजमें है,
असीका जलवा हुवावमें है। હે દોસ્ત! માત્ર નામ જ લેટ છે. મૂળમાં સર્વ એક જ છે. જે સ્વચ્છ પાણીની લહેરોમાં છે તેનો જ ઝગમગાટ પરપોટામાં દેખાય છે.
દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની એકતાને ઉલ્લેખ આપણે ઉપરના ભાગમાં કર્યો છે. આ પ્રકરણમાં હિંદુ ધર્મના તથા ઈસ્લામના બે વિખ્યાત અને પ્રચલિત ગ્રંથે –