Book Title: Chaud Gunsthan Author(s): Nagindas Girdharlal Sheth Publisher: Jain Siddhant Sabha View full book textPage 9
________________ [૮] શ્રી રત્નશેખર સૂરિના ગુણસ્થાન ક્રમારોહ પછી ગુણસ્થાનનું સ્વરૂપ અને ચૌદ ગુણસ્થાનની ટૂંકી વિગત આપી છે તે પછી શ્રીમદ્ રાજચંદ્ર લખેલ ગુણસ્થાનનું સંક્ષિપ્ત સ્વરૂપ આપેલ છે. એ પ્રમાણે વાંચકને ગુણસ્થાનને સામાન્ય ખ્યાલ આવી જાય તે પછી દરેક ગુણસ્થાન ઉપર વિસ્તૃત વિવેચન આપેલ છે. તે ઉપરાંત બંધ, ઉદય, ઉદીરણા તથા સત્તાના યંત્રે, ૨૨ ગુણસ્થાન દ્વાર, ૧૦ ક્ષેપક દ્વાર આપેલા છે. એ પ્રમાણે ગુણસ્થાનને લગતી ઉપગી સર્વ બાબતે આ ગ્રંથમાં સંગ્રહેલી છે. ચેથાથી બારમાં ગુણસ્થાન સુધી આત્મસાધનાનું મુખ્ય સાધન ધ્યાન છે. ધ્યાનની સંપૂર્ણ વિગત હવે પછી બહાર પડનારા અમારા “તપ અને ગ” નામના પુસ્તકમાં આપવામાં આવશે. કર્મગ્રંથો તથા ગુણસ્થાન સંબંધી પ્રગટ થયેલા અન્ય પુસ્તકમાંથી સંગ્રહ કરીને આ પુસ્તક તૈયાર કરેલ છે. તેથી તે સર્વ પુસ્તકોના લેખકોનો આભાર માનું છું. છાના ભાવ સમયે સમયે ફરતા રહે છે. અને ભાવ પ્રમાણે જીવનું ગુણસ્થાન કહેવાય છે. એટલે એક જ જીવનમાં પણ ઘણું વાર ગુણસ્થાન ફરતા રહે છે. માટે જીવ અશુદ્ધ ભાવ કરીને ગુણસ્થાનમાં નીચે ન ઉતરે પણ શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ ભાવો કરીને ઊંચે ચડ જાય અને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચવાની શક્તિ પ્રાપ્ત કરે એ આ પુસ્તકનો હેતુ છે અને તે સફળ થાય એમ ઇચ્છું છું. શેઠ નગીનદાસ ગિરધરલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 252