Book Title: Chaud Gunsthan Author(s): Nagindas Girdharlal Sheth Publisher: Jain Siddhant Sabha View full book textPage 8
________________ [૭] અથવા તેત્રીશ સાગરોપમની સ્થિતિ એક ભવને આશ્રીને કરવામાં આવી છે એમ સમજવું. અપ્રમત્ત ગુણસ્થાનમાં સ્વાભાવિક આત્મશુદ્ધિ હોવાને લીધે તે ગુણસ્થાનવાળાને પ્રતિક્રમણ આદિ ક્રિયાઓથી શુદ્ધિ કરવી પડતી નથી.” એમ કહેવામાં આવ્યું છે. એ જોઈ પ્રતિક્રમણ અદિ ક્રિયાઓથી પરાડ મુખ રહેનારાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે અપ્રમત્તદશા માત્ર અંતર્મુહુર્ત સુધી જ રહી શકે છે અને તે પછી પાછી પ્રમાદ દશા જરૂર આવે છે એટલે તેને લગતી હિ આવશ્યક આદિ ક્રિયાઓથી જ થઈ શકે છે. ૫. ઉપશમ શ્રેણિ અને ક્ષેપક શ્રેણને આરંભ આઠમા ગુણસ્થાનથી થાય છે એમ કહ્યું છે. એ શ્રેણિના મુખ્ય કાર્ય તરીકે ચારિત્રમેહનીય કર્મના ઉપશમ અને ક્ષયને આશ્રીને કહેવામાં આવ્યું છે. નહિ તો શ્રેણિને આરંભ તો ચેથા ગુણસ્થાનથી પણ થઈ શકે છે. ઉપશમ શ્રેણિવાળ શ્રેણિથી પડે ત્યારે સાતમા ગુણસ્થાને અટકે છે એ ચરમ શરીરીને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે અને એ કર્મગ્રંથિકોને પણ અભિપ્રાય છે. આ ગ્રંથમાં આઠમા ગુણસ્થાનમાં શુકલધ્યાનની શરૂઆત થાય છે એમ જણાવ્યું છે અને બીજા ગ્રંથમાં સાતમે ગુણસ્થાને એનો પ્રારંભ થાય છે એમ કહેવું છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક બાબતોમાં મતભેદ છે તે આ ગુણસ્થાન મારેહ ગ્રંથની ગુજરાતી આવૃત્તિ ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ બહાર પાડેલી તેમાં પણ બતાવેલ છે. મતભેદનું સમાધાન કેવળીના અભાવમાં થઈ શકે તેમ નથી. તેથી વાંચકે કાં તો જે બાબતમાં ઝાઝા આચાર્યોને એક મત હોય તે વાત સ્વીકારવી અથવા તો પિતાની બુદ્ધિમાં વેગ લાગે તે વાત સ્વીકારવી. પરંતુ તત્ત્વ તે કેવળી ગમ્ય છે એમ તો સમજી જ રાખવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 252