Book Title: Chaud Gunsthan Author(s): Nagindas Girdharlal Sheth Publisher: Jain Siddhant Sabha View full book textPage 6
________________ પ્રસ્તાવના આપણે આપણું આત્માને વિકાસ સાધવો હોય તે, આત્માને પૂર્ણ વિકાસ કરવો હોય તે તે વિકાસને ક્રમ પણ જાણવો જોઈએ. કે જેથી વિકાસમાં આગળ વધતાં ભૂલથી પડવાનો વખત આવે નહિ. ગુણસ્થાન એ આત્માના વિકાસને જ ક્રમ છે. ગુણસ્થાનના વર્ણનથી વિકાસ માટેના સીધા અને સાચા માર્ગનું જ્ઞાન થાય છે માટે ગુણસ્થાનનું જ્ઞાન જરૂરી છે. આમ તે અમારા “ સમ્યગુદર્શન” પુસ્તકમાં તેમજ બીજા ઘણું પુસ્તકમાં ગુણસ્થાનનું વર્ણન છે. પરંતુ અત્યારના વખતમાં વાંચકને વિશેષ વિસ્તારવાળું વર્ણન જોઈએ છે. તેથી આ પુસ્તકમાં ચૌદ ગુણસ્થાનું વર્ણન બની શક્યું તેટલા વિસ્તારથી કરવાનો પ્રયત્ન કરેલ છે. અને સામાન્ય માણસ પણ વાંચીને સહેલાઈથી સમજી શકે અને ગુણસ્થાનનું જ્ઞાન મેળવી શકે તે માટે ભાષા સાદી અને સરળ રાખવાનો પ્રત્યન કરેલ છે. ગુણસ્થાનને લગતી કેટલીક સૂક્ષ્મ બાબતે જે ગણિતાનુયોગને લગતી ગણાય અને જે સામાન્ય વાંચકને માટે ખાસ ઉપયોગી ન ગણાય તેવી બાબતે મેં છોડી દીધી છે એટલે કે આ પુસ્તકમાં તે લીધેલી નથી. જીવના બંધ કે મેક્ષ તેના ભાવ, પરિણામ, અધ્યવસાય ઉપર આધાર રાખે છે. ગુણસ્થાન એ જીવના અધ્યવસાયની તરતમતાવાળી અવસ્થા છે. તેથી સૌથી પહેલાં અધ્યવસાયનું સ્વરૂપ સમજવા માટે આ પુસ્તકની શરૂઆતમાં “ જીવના અધ્યવસાય” નામનો મુનિશ્રી યશોવિજયજીને લેખ ઉદ્દત કરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 252