Book Title: Chaud Gunsthan Author(s): Nagindas Girdharlal Sheth Publisher: Jain Siddhant Sabha View full book textPage 7
________________ [ ૬ ] તે પછી શ્રી રત્નશેખર સૂરિકત“ગુણસ્થાન ક્રમારોહ”ના સંરક્ત શ્વકો તથા તેને ગુજરાતી અનુવાદ આપેલ છે અને તેમાં વિષય પ્રમાણે મથાળાં મૂકીને વાંચકને વાંચવા સમજવામાં સરળતા થાય તેમ કરેલ છે. શ્રી રત્નશેખર સૂરિ વિક્રમની પંદરમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેમણે શ્રીપાલચરિત્ર, ક્ષેત્રસમાસ, ગુરુગુણ છત્રીશી, ગુણસ્થાન ક્રમારોહ વગેરે અનેક ગ્રંથ રચેલા છે. ગુણસ્થાન ક્રમારેહ સંવત ૧૪૨૫ થી ૧૪૩૦ના અરસામાં બનાવેલ હશે એમ અનુમાન થાય છે. કાળષથી સિદ્ધતમાં–તમાં કેટલીક સક્ષમ બાબતમાં મતભેદ ઉત્પન્ન થાય છે. ગુણસ્થાન ક્રમારોહ ગ્રંથમાં પણ એવા મતભેદ છે. ગુણસ્થાન ક્રમારોહ ગ્રંથ સંસ્કૃત ટીકા સહિત આગમય સમિતિ તરફથી છપાયેલ તેની પ્રસ્તાવનામાં શ્રી સાગરાનંદ સૂરિએ એ ગ્રંથમાંની નીચેની બાબતો માટે ખાસ ધ્યાન ખેંચેલ છે – ૧. જો કે કર્મગ્રંથ આદિ શાસ્ત્રોમાં વ્યક્ત કે અવ્યક્ત એમ બને પ્રકારના મિથ્યાત્વને, તેમાં વિશુદ્ધ જ્ઞાનના અંશો હોવાથી, ગુણસ્થાન તરીકે ઓળખાવેલ છે પણ આ ગ્રંથમાં યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય આદિ અધ્યાત્મ શાસ્ત્રના પ્રથાની જેમ “વિશિષ્ટ ગુણેની પ્રાપ્તિની વિવક્ષા કરીને માત્ર વ્યકત મિથ્યાત્વને જ ગુણથાન તરીકે ઓળખાવવામાં આવ્યું છે. મિશ્રદષ્ટિમાં સધર્મ તેમ જ અસધર્મ એ બને ઉપર એક સરખે રાગ હેય છે એમ કહેલ છે, તે પણ કયારેક મિથ્યાત્વની અને કયારેક સમ્યફવની અધિકતા દેખાય છે તેમાં કશો વિરોધ ન જાણો એમ કહ્યું છે. છે. ચેથા ગુણસ્થાનની સ્થિતિ તેત્રીશ સાગરોપમ કરતાં કાંઈક અધિક હોવા છતાં આ ગ્રંથમાં તેત્રીશ સાગરોપમની કહેવામાં આવી છે. તે અધિક ભાગ અતિ અલ્પ હોવાને લીધે તેની વિવક્ષા નથી કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 252