Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૩૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ અને ત્રિગુણી ઝાઝેરી પરિધી છે ત્યાંથી એક જોજન ઊંચપણે ૩૩૩ ધનુષ્ય ને ૩૨ આંગળ પ્રમાણે એટલાં ક્ષેત્રમાં સિદ્ધ રહ્યા છે. (૪) સ્પર્શનાદ્વાર જે સિદ્ધ ક્ષેત્રથી કાંઈક અધિકી સિદ્ધની સ્પર્શના છે. (૫) કાળદ્વાર તે એક સિદ્ધ આશ્રયી સાદિ અનંત, સર્વ સિદ્ધ આશ્રયી અનાદિ અનંત (૬) અંતરદ્વાર - તે ફરી સિદ્ધને સંસારમાં આવવું નથી અને એક સિદ્ધ ત્યાં અનંતા સિદ્ધ છે અને અનંતા સિદ્ધ ત્યાં એક સિદ્ધ છે એટલે બે સિદ્ધમાં અંતર નથી. (૭) ભાગદ્વાર તે સિદ્ધના જીવ સઘળા જીવને અનંતમે ભાગે છે, લોકને અસંખ્યાતમે ભાગે છે. (૮) ભાવઢાર તે સિદ્ધમાં ક્ષાયિકભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન ક્ષાયિક સમક્તિ છે અને પારિણામિક ભાવ તે સિદ્ધપણું જાણવું. (૯) અલ્પબહુવૈદ્વાર તે સર્વથી થોડા નપુંસક સિદ્ધ, તેથી સ્ત્રી સંખ્યાતગુણી સિદ્ધ. તેથી પુરૂષ સંખ્યાતગુણા સિદ્ધ. એક સમયે નપુસંક ૧૦ સિદ્ધ થાય, સ્ત્રી ૨૦ સિદ્ધ થાય, પુરુષ ૧૦૮ સિદ્ધ થાય.
' ઓગણીસ બોલ કહે છે. ૧. ત્રસપણે, ૨ બાદરપણે, ૩ સંજ્ઞીપણે, ૪ વજષભનારાચ સંઘયણપણે, ૫ શુકલધ્યાનપણે, ૬ મનુષ્યગતિ, ૭ સાયિકસમકિત, ૮ યથાખ્યાત ચારિત્ર, ૯ પંડિતવીર્ય, ૧૦ કેવળજ્ઞાન, ૧૧ કેવળદર્શન, ૧૨ ભવ્યસિદ્ધિક, ૧૩ પરમશુકલ લેશી, ૧૪ ચરમ શરીરી ૧૫ પર્યાપ્તા, ૧૬ અવેદી, ૧૭ અપ્રમાદી, ૧૮ અકષાયી, ૧૯ સ્નાતક. એ ૧૯ બોલનો ધણી મોક્ષે જાય. જઘન્ય બે હાથની અવઘણાવાળો ઉત્કૃષ્ટી પાંચસો ધનુષની અવઘણાવાળો, જઘન્ય નવ વરસનો, ઉત્કૃષ્ટ પૂર્વક્રોડીના આયુષ્યવાળો, કર્મભૂમિનો હોય તે મોક્ષમાં જાય. ઇતિ મોક્ષતત્ત્વ.
ઇતિ નવતત્ત્વ સંપૂર્ણ