Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
નવ તત્વ
૩૭
૧૧. પ્રત્યેકબુદ્ધસિદ્ધા - કોઈ પદાર્થ દેખીને પ્રતિબોધ પામવાથી પોતાની મેળે ચારિત્ર લઈ મોક્ષે જાય તે, કરકંડુ પ્રમુખ.
૧૨. સ્વયંબુદ્ધસિદ્ધા - ગુરુના ઉપદેશ વિના પોતાની મેળે જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબોધ પામી મોક્ષે જાય તે, કપિલ આદિ.
૧૩. બુદ્ધબોહસિદ્ધા - ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી મોક્ષે જાય તે.
૧૪. એક સિદ્ધા - એક સમયમાં એક જ જીવ મોક્ષે જય તે.
૧૫. અનેકસિદ્ધા – એક સમયમાં ઘણા જીવ મોક્ષે જાય તે, ઋષભદેવ સ્વામી પ્રમુખ.
એ પંદર ભેદ સિદ્ધના જાણવા. યદ્યપિ તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ એ બે ભેદમાં બીજા તેર ભેદ આવી જાય છે, તથાપિ વિશેષ દેખાડવા સારૂં પંદર ભેદ કહ્યા.
૪ કારણે જીવ મોક્ષે જાય તે કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના સંયોજનથી જીવ મોક્ષે જાય.
મોક્ષના નવ દ્વાર કહે છે. ૧ સાદપ્રરૂપણા દ્વાર, ૨ દ્રવ્યદ્વાર, ૩ ક્ષેત્રદ્વાર, ૪ સ્પર્શનાદ્વાર, ૫ કાળાર, ૬ અંતરદ્વાર, ૭ ભાગદ્વાર, ૮ ભાવદ્વાર, ૯ અલ્પબહુવૈદ્વાર એ નવનાં નામ કહ્યાં. (૧) સત્પદપ્રરૂપણાદ્વાર તે મોક્ષ ગતિ પૂર્વ કાળે હતી, હમણાં પણ છે, આવતા કાળે હશે, તે છતી અસ્તિ છે, પણ આકાશના ફૂલની પેરે નાસ્તિ નથી. (૨) દ્રવ્ય પ્રમાણે તે સિદ્ધ અનંતા છે, અભવ્ય જીવથી અનંતગુણા અધિક છે, વનસ્પતિ વજીને ૨૩ દંડકથી સિદ્ધના જીવ અનંતગુણા અધિક છે. (૩) ક્ષેત્રદ્વાર તે સિદ્ધશિલા પ્રમાણે છે, સિદ્ધશિલા ૪૫ લાખ જોજનની લાંબી પહોળી છે