________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
ભાષાઓનાં સાહિત્ય :
હતી એ જાણીતી વાત છે મૌર્ય કાળના મહેલમાં સુંદર ચિત્રો ચીતરવામાં આવ્યાં હતાં. ગુપ્ત યુગમાં ચિત્રકલા સૌથી ઉન્નત પ્રતિષ્ઠા પામેલી કલા હતી. લલિત વિસ્તર નામનાં બૌદ્ધ ગ્રંથમાં ચિત્ર અને રૂપકર્મની ચર્ચાઓ કરવામાં આવેલી છે. અજન્ટાની ગુફામંડપમાં માટી, છાણુ કે ભૂંસા જેવાને લેપ કરીને તેના ઉપર કેઈ સરસ પદ્ધતિએ તૈયાર થયેલા રંગની મદદથી અનેક પ્રકારનાં સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે. અજન્ટાની ગુફા સમુહમાં ખાસ કરીને ૧, ૨, ૯, ૧૦, ૧૬ અને ૧૭માં સુંદર ચિત્રો જોવા મળે છે. જેમાં માતા અને શિશુ, પદ્મપાણી બુદ્ધ આકાશગમન કરનાર દિવ્ય ગાયક ગણોનાં સરસ ચિત્રો છે. ત્યાર પછી ચિત્રકલાના અનેક સંપ્રદાયનો આરંભ થયો. તેમાં દક્ષિણ શૈલી રાજપૂતાના શૈલી, પહાડી શૈલી, મોગલ શૈલી વગેરે ઉલ્લેખનીય છે. આ જુદી જુદી શૈલીનાં ચિત્રોમાં વિષય વૈવિધ્ય પણ એટલું જ સુંદર છે.
સંસ્કૃત સાહિત્ય ઉપરાંત ભારતની અનેક ભાષાઓના ભંડારનો ઉલ્લેખ કરવા બેસીએ તે એક મોટા ગ્રંથની રચના કરવી પડે. દક્ષિણી ભાષાનાં એકલા તમિલ ભાષા પર જ આવા ગ્રંથ રચાયા પણ છે. કન્નડ, તેલુગુ, મલયાલમ ' વિ. ભાષામાં ખૂબ વિશાળ સાહિત્ય પડયું છે. આ ઉપરાંત બંગાળી, મરાઠી, હિન્દી, ગુજરાતી વિ. ભાષાઓમાં પણ સાહિત્યનાં સ્વરૂપ અનેક મહાન સર્જકે એ સજર્યા છે. તેથી તેને વિસ્તારથી ઉલેખ કર શકય નથી.
સમાપન :
સ્થાપત્યકલા
| સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે નગર નિર્માણ અને ભવ- નેનું નિર્માણ છે ત્યારથી ભારતીય સ્થાપત્ય કલાને આરંભ થયો ગણી શકાય. વૈદિક સંસ્કૃતિએ સરળ અને તપોવન સંસ્કૃતિ હોવાથી તેમાં ઉત્કૃષ્ટ સ્થાપત્યકલા વિષે વૈદિક સાહિત્યમાં બહુ અપજાણવા મળે છે. પરંતુ રામાયણમાં અધ્યા અને લંકા વગેરેના વર્ણનમાં પક્ષીની આકૃતિઓ વાળા અને સ્વસ્તિક આકારવાળા સપ્તભૂમિ પ્રાસાદોના ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં મયદાનવે બનાવેલી યુધિષ્ઠરની રાજસભા પરથી એક પર્વનું નામ જ સભાપર્વ બન્યું છે. વળી પુરાણમાં વિશ્વકર્માએ કરેલાં દ્વારકા નિર્માણમાં અને બૌદ્ધ ધર્મનાં ત્રણ પિટકમાં કપિલવસ્તુને ભવનના નિર્માણના ઉલેખ જોવા મળે છે. જૈન ધર્મના પ્રખ્યાત કલપસૂત્ર ગ્રંથમાં પણ આવા સભામંડ. પોનાં, અને તિર્થંકરએ પ્રથમ ધર્મદેશમાં આપી હોય ત્યાંના સભા મંડપનાં વર્ણન જોવા મળે છે. તે પછી બૌદ્ધ ધર્મનાં સમયમાં મૂર્તિકલાનું નિર્માણ થવા માંડયું અને કનિકના સમયમાં મથુરાશૈલીમાં પરિવર્તન કરીને એક નવી ગાંધાર શૈલી આવી. આ ગાંધાર શૈલીનાં સ્થાપત્યો આજે પણ પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતનાં કેટલાંક મંદિરની દીવાલ પર અને ખજુરાહોનાં મંદિરમાં દોરવામાં આવેલા રેખાંકનો ઉલ્લેખનીય છે. કેણાર્કનાં મંદિરમાં સૂર્યનાં રથનાં પૈડાનાં આલેખનને પણ ધ્યાનમાં લેવું પડે આ ઉપરાંત અમદાવાદમાં હઠીસંગનું દેરૂં, અડાલજની વાવ, સીદી સૈયદની જાળી અને દેલવાડાના જૈન મંદિરના શિલ્પ તેમજ ઇસ્લામનાં સમયમાં થયેલાં દીવાને આમ અને દીવાને ખાસ તેમજ તાજમહાલનાં સ્થાપત્યો ઉલલેખનીય છે. અંગ્રેજોના સમયમાં , થયેલું વાઈસરોય ભવન એટલે કે આજનું રાષ્ટ્રપતિભવન
અને પાર્લામેન્ટ હાઉસ પણ છેલ્લા કેટલાંક ઉલેખ કરવા જેવા સ્થાપત્ય છે.
આ પ્રમાણે ભારતને ધ્યાનમાં રાખીને સમગ્ર એશિયા ખંડનાં સંદર્ભમાં આપણા દેશનું અને એશિયા ખંડની સંસ્કૃતિઓથી માંડીને વર્તમાન સમસ્યાઓનું માનચિત્ર અધિ. કૃત વિદ્વાનની કલમથી આ ગ્રંથમાં લખવામાં આવ્યું છે. અને તેથી તેનું મૂલ્ય અનેક ગણું વધી જાય છે. ભારતીય અસ્મિતાનાં બે ભાગમાં મળીને એશિયા ખંડની અને ભારતની જે પ્રતિમા ઉપસ્થિત થાય છે તે પ્રસ્તુત કરવાનું કામ ઘણું બધું મુશ્કેલ બની જાય છે. અનેક વિદ્વાન પાસેથી લેખે એકઠા કરવા એ જ માત્ર કઠિન કામ નથી. પરંતુ આ બધા લેખોની સંકલના કરવી અને તેનું મુદ્રણ કરવું એ ઘણું કઠિન કામ છે. તેમાં પણ ખાસ કરીને કાગળના વધતા જતા ભાવ અને મુદ્રણ કલાના ભાવો જ્યારે ખૂબ ઊંચા ગયેલા છે ત્યારે અમારે માટે આ ગ્રંથનું પ્રકાશન એક મોટું સાહસ હતું. તો પણ એ શક્ય બનાવવામાં જે દે રહી ગયેલા હોય તે ઉદાર ચરિત અને મર્મજ્ઞ વિદ્વાન પાસેથી ક્ષમાપૂર્વક નિહાળવાની અને અભ્યર્થના કરીએ છીએ. વિસ્તૃત ફલક ઊપરના આ કામમાં આજનામાં કોઈ ખામી, દોષ જણાય તો માફ કરશો. એક વિદ્વાન કવિએ કહ્યું છે તેમ ચાલતાં ચાલતાં પ્રમાદવશ પડી જવાય ત્યારે દુજને જ હસે છે. સજજનો તો સહાનુભૂતિથી સમાધાન કરી આપે છે.
ફરીને આ ભગીરથ પ્રયાસમાં જે કઈ સંસ્થાઓ અને વ્યકિતઓએ અમારો વાસ થાબડ્યું છે અને આ પ્રયાસને પ્રોત્સાહક બળ આપ્યું છે તે સૌના અમે અત્યંત ત્રણી છીએ.
છેક છેલ્લી ઘડીએ એશિયન રાષ્ટ્રોની વિપુલ માહિતી અમને મળી છે પણ દેશકાળના કપરા સંજોગેને લઈને આ પ્રયાસને સર્વાંગસંપૂર્ણ બનાવી નથી શકયા.
રોલીમાં પાનાં સ્થાપત્ય
પર
પરમ કૃપાળુ પરમાત્મા તક આપશે તે વિશ્વ દર્શનનો વિરાટકાય મહાગ્રંથ તૈયાર કરવાની આકાંક્ષા હૃદયમાં ભરી રાખી છે.
–નંદલાલ બી. દેવક
Jain Education Intemational
mational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org