________________
ધમબોધચંથમાળા
:
૬ :
'
અને મુખદ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે તેને કવલ આહાર કહેવાય છે. નાક દ્વારા અપાતે આહાર કે જેને નેઝલ ફીડીંગ (Nasal feeding) કહે છે તે પણ કવલ આહારમાં ગ્રહણ કરે ઉચિત લાગે છે. ગુદા દ્વારા અપાતે આહાર કે જેને રેફટલ ફીડીંગ (Rastal feeding) અને સૈયદ્વારા અપાતે આહાર કે જેને ઇંજેકશન કહેવામાં આવે છે, તે સઘળાને સમાવેશ લેમ આહારમાં ગણ ઠીક લાગે છે. (૫) આહાર પરત્વે ધાર્મિક સિદ્ધાંતને અમલ
આહાર એ જીવનને પહેલા અને મુખ્ય વ્યવહાર લેવાથી ઉપર જણાવેલા સઘળા ધાર્મિક સિદ્ધાંતને અમલ તે પરત્વે થે ઘટે છે. બીજી રીતે કહીએ તે જેઓને આહાર, જેએનું ભજન કે જેઓનું ખાન-પાન શુદ્ધ નથી, તેને આચાર શુદ્ધ નથી; અને જેને આચાર શુદ્ધ નથી તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી, કારણ કે આચાર એ જ ધર્મનું પહેલું અને પ્રશસ્ત પગથિયું છે. તેથી અસ્પૃદયની ઈરછાવાળા પ્રત્યેક મુમુક્ષુએ ભક્ષ્ય અને અભક્ષ્યને જાણું લઈને અભક્ષ્યને સદંતર ત્યાગ કરવો ઘટે છે.
(૬) કેવા વિચારોને વજન આપવું? આ વિષયનું કંઈ પણ વધારે વિવેચન કરીએ તે પહેલાં એ જણાવી દેવું ઉચિત ગણશે કે–આગળના જમાનામાં મહર્ષિઓ, મુનિઓ, વિદ્વાને કે પંડિતના અભિપ્રાયને જ વજન અપાતું અને રાજ્ય તથા સમાજ દ્વારા તેને જ પ્રચાર થતે. તેથી નિયત થયેલા આચાર પરત્વે લેકેની બુદ્ધિ વ્યવસ્થિત રહેતી અને સમાજનું ધોરણ સારી રીતે જળવાઈ રહેતું