________________
બોધ ગ્રંથમાળા
૬૦ :
- પુષ્પ
કઢી છાશને બરાબર ઉકાળ્યા પછી તેમાં આટા ભેળવીને કરાય છે, એટલે ભક્ષ્ય છે. તે જ રીતે દહીંવડા, દહીંવડી કાબેલા ગારસમાં કરેલાં હાય તા લક્ષ્ય છે,
( ૧૯) વે’ગણ-રીંગણાં
કે
સર્વ જાતિનાં વેંગણુ એટલે રીંગણાં અભક્ષ્ય છે, કારણ તેમાં ખબહુબીજ હોય છે, તેની ટોપીમાં સૂક્ષ્મ ત્રસજીવા હોય છે, તે ખાવાથી નિદ્રા વધે છે, પિત્તમાં વૃદ્ધિ થાય છે અને વિકાર તથા નિષ્ણ"સ પરિણામ ઉપજે છે. પુરાણામાં પણ કહ્યું છે કે–
यस्तु वृन्ताकका लिङ्गमूलकानां च भक्षकः । अन्तकाले स मूढात्मा न स्मरिष्यति मां प्रिये ! |
"
વિષ્ણુ ભગવાન્ રાધાને કહે છે કે · પ્રિયે ! જે મનુષ્ય વેંગણુ, ાર્લિંગડ અને મૂળાના ભક્ષક છે, તે અંતકાળે મારું સ્મરણુ નહિં કરી શકે, અર્થાત્ આ વસ્તુઓ તામસ સ્વભાવને ઉત્પન્ન કરનારી છે, એટલે તેનામાં ભકિત કરવા જેટલી સાત્વિકતા રહેતી નથી.
( ૨૦ ) અજાણ્યાં ફળ-ફૂલ
જે ફળ-ફૂલનું નામ કાઈ જાણતું ન હાય કે જેના ગુણ દોષની કાઈ ખાતરી ન હાય, તેવાં ફળ અને ફૂલે અભક્ષ્ય છે, કારણ કે તેનું ભક્ષણુ કરવાથી માતુ' આવી જવાના, દાંત અબાઈ જવાના, પેટમાં ભયંકર દર્દ થવાના, અન્ય રાગા થવાના, તેમજ પ્રાણહાનિ થવાના પણ સંભવ છે. આ વિષયમાં 'કચૂલની સાય સાંભળવા યાગ્ય છે.