________________
ધર્મબોધ-ચંથમાળા
: ૬૬ :
શાક, ખીચડી, શીરે, લાપસી, ભજીયાં, થેપલાં, પુડલા, વડાં, નરમપૂરી, ઢોકળાં વગેરે એક રાત્રિ વ્યતીત થયા પછી વાસી ગણાય છે.
કઈ વસ્તુ કયારે ચલિતરસ થાય છે, તે જાણવાની જરૂર છે.
(૧) આટઃ ચાળ્યા વગરને આ દન્યા પછી કેટલાક દિવસ મિશ્ર એટલે કંઈક સચિત્ત અને કંઈક અચિત્ત રહે છે. પછી અચિત્ત થાય છે. દળ્યા પછી વગર ચાળેલ આર્ટ શ્રાવણ-ભાદરવામાં પાંચ દિવસ, આસો-કાર્તિકમાં ચાર દિવસ, માગશર-પષમાં ત્રણ દિવસ, માહ-ફાગણમાં પાંચ પહોર, ચૈત્ર-વૈશાખમાં ચાર પહેરા અને જેઠ-અષાડમાં ત્રણ પોર પછી અચિત્ત થાય છે. અને દળ્યા પછી તરત જ ચાન્ય હોય તે બધી ઋતુમાં તે જ દિવસે અચિત્ત છે અને બે ઘડી પછી કારણ પડયે મુનિરાજ પણ વહેરી શકે છે.
ચોમાસાની બાતુમાં આટે દરરોજ બે વખત, તથા શિયાળાઊનાળામાં એક વખત ચાળવો જોઈએ, અન્યથા જાળાં બાઝી જઈ અભક્ષ્ય થાય છે. આ વાપરતાં પહેલાં અવશ્ય ચાળા જ જોઈએ.
મીઠાઈ ઉત્તમ પ્રકારે બનાવેલી હોય તે વર્ષાકાળમાં ઉત્કૃષ્ટ ૧૫ દિવસ, ઊનાળામાં ઉત્કૃષ્ટ ૨૦ દિવસ અને શિયાળામાં ઉત્કૃષ્ટ ૩૦ દિવસ સુધી ભક્ષ્ય છે. પરંતુ તેની બનાવટ બરાબર ન થઈ હોય અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય છે તે દિવસે પણ અભક્ષ્ય બની જાય છે. દૂધીને હલ જે દિવસે કર્યો હોય તે દિવસ માટે જ ભક્ષ્ય છે અને લીલે, સૂકે, બદામને હલ વગેરે ઘઉંના લોટને બે ત્રણ દિવસ