________________
અઢારમું :
: ૬૭ :
ભક્ષ્યાભર્યા
સડાવીને તેમાંથી સાવ કાઢ્યા પછી બનાવેલ હોય છે, તેથી અભક્ષ્ય છે. જલેબીનું પણ તેમ જ છે. તેમાં આથે કરવાની જે રીતે છે, તે જીવની ઉત્પત્તિને હેતુ છે.
માઃ દૂધને માટે જે દિવસે કર્યો હોય, તે જ દિવસ ભય છે, રાત્રિએ અભક્ષ્ય થાય છે. જે તે માવાને ઘીમાં તળીને રાખેલે હોય તે રાત્રિ રહી શકે. જે માવાની મીઠાઈ બનાવવી હેય, તે તેને તરત જ ઉપયોગમાં લઈ લેવું જોઈએ. અન્યથા તે ખારો થઈ જવાને કે તેના પર લીલ-પુગ ચડી જવાને સંભવ છે.
દૂધપાક વગેરેઃ બાસુદી, ખીર, શીખંડ, દૂધની મલાઈ વગેરે બીજે દિવસે વાસી થાય છે. દહીંની મલાઈને કાળ દહીં મુજબ એટલે બે દિવસ છે. ત્યાર પછી તે અભક્ષ્ય ગણાય છે. સેનપ્રશ્નમાં કહ્યું છે કે-પ્રભાતે મેળવેલું દહીં ભેળ પહોર પછી અને સંધ્યા સમયે મેળવેલું દહીં બાર પહેર પછી અભક્ષ્ય થાય છે.
કેરી અને રાયણુ આદ્રા નક્ષત્ર બેસી ગયા પછી અભક્ષ્ય છે.
સૂકે મે અને ભાજી (તાંદળજે વગેરે) ફાગણ સુદ ૧૫ થી કારતક સુદિ ૧૫ સુધી અભક્ષ્ય ગણાય છે.
અહીં એ વાતનું સ્પષ્ટીકરણ કરવું ઉચિત ગણાશે કે ભજન કરતી વખતે જરૂર જેટલું જ લેવું જોઇએ અને જરા પણ છાંડવું જોઈએ નહિ, કારણ કે છાંડેલી વસ્તુઓમાંથી કેહવાટ થાય છે અને તેમાં અસંખ્ય છ ઉત્પન્ન થાય છે. વળી સ્વરછતાના દષ્ટિબિંદુથી પણ એઠું મૂકવાની ટેવ જરા પણ ઈચ્છવા