Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 63
________________ પડતે ઉપયોગ થવાથી પાચનશક્તિ મંદ પડે છે અને લેહીમાં વિકાર થઈ અનેક પ્રકારના રોગે ઉદુભાવે છે, એટલે તેને ઉપગ મર્યાદિત રીતે જ થે ઘટે છે. અથાણું એ આહારને અનિવાર્ય ભાગ નથી, પણ શાકભાજી અને દાળ વગેરે ન હેય તે તેની અવેજીમાં સ્વાદપૂરક વસ્તુ તરીકે ઉપયોગી થાય છે, એટલે જેએ તેને સર્વથા ત્યાગ કરવા ઈછે, તે કરી શકે છે. અથાણાં બે રીતે બને છે. સૂકાં અને બળ, તેમાં કેરી, ગુંદા, ખારેક, મરચાં વગેરેને બરાબર તડકા દેવાયા હોય અને ત્યારબાદ રાઈ, ગેળ વગેરે ચડાવીને તેલવૂડ કરેલાં હોય તે તેવાં અથાણું ગંધ, રસ, સ્પર્શ કરે નહિ, ત્યાં સુધી ભણ્ય સંભવે છે, પણ અન્યથા ભઠ્ય સંભવતાં નથી. અને બાળ અથાણાં તે સર્વથા અભક્ષ્ય જ છે. લીંબુ, કેરી, ગુંદા, કાકડી, લીલાં મરી, ચીભડાં, મરચાં બેળ બને છે. આદુ, હળદર, ગળમર, ગાજર, કુંવાર, મેથ, બીલાં, લીલા વાંસ વગેરે તે પ્રથમથી જ અભક્ષ્ય છે, એટલે તેનાં અથાણું કરવાં હરગીઝ ઉચિત નથી. (૧૮) ઘેલડાં (કાચું ગોરસ અને દ્વિદલ) ઘલવડાં એટલે કાચા દહીં મિશ્રિત વડાં. તે કાચા ગોરસની સાથે દ્વિદલ-વિદલને સોગ થવાથી અભક્ષ્ય ગણાય છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે सव्वेसु वि देसेस, सन्वेसु वि चेव तहय कालेसु । कुसिणेसु आमगोरसजुत्तेसु निगोअपंचेंदी । સર્વ દેશોમાં અને સર્વ કાળમાં કાચા ગોરસ યુક્ત વિઢળમાં નિગદ છે અને પંચેન્દ્રિય છે ઉત્પન્ન થાય છે.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74