Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 64
________________ હારમું : ભાજપ વિઠળનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. जंमि उ पीलिजंते, नेहो न हु होइ विति तं विदलं । विदले वि हु उप्पन नेहजुअं होइ नो विदलं ॥ જેને પિલવાથી તેલ ન નીકળે તેવું બે ફાડવાળું ધાન્ય (દ્વિદલ) વિદલ કહેવાય છે અને જે દ્વિદલ હોય, છતાં પીલવાથી તેલ નીકળે તે વિદલ કહેવાતું નથી. રોગશાસ્ત્રમાં કહ્યું છે કેआमगोरससंपृक्तद्विदलादिषु जन्तवः । दृष्टाः केवलिभिः सूक्ष्मास्तस्मात्तानि विवर्जयेत् ॥ કાચા દહીં, દૂધ અને છાશરૂપ ગેરસની સાથે દ્વિદલ વગેરે કઠેળને સંગ થવાથી ઉત્પન્ન થતાં સૂક્ષ્મ જંતુઓ કેવલી ભગવતેએ જોયા છે. તેથી ગોરસ અને કઠોળના સંચાગવાળી વસ્તુઓને ત્યાગ કર ઘટે છે. કઠોળ એટલે ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચળા, કળથી, વટાણા, મસુર વગેરે. કઠોળ માત્રનાં પાંદડાંની ભાજી, વાળ, ચોળાફળી, તુવેર, મગ-ગુવાર-વટાણની ફળી, લીલા ચણ, તેની સૂકવણી, સંભાર, અથાણું, દાળ, કળી, સેવ, ગાંઠીયા, પૂરી, પાપડ, બુંદી અને વડીને સામાચારીથી દ્વિદળ ગણવામાં આવે છે. મેથી નાખેલ અથાણુને સમાવેશ પણ દ્વિદલમાં થાય છે.

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74