________________
ધબોધ-ચંથમાળા : ૪૬ :
जो तू चाहे मुक्त को, सुण कलियुग का जीव । गंगोदक में छाण कर, भंगोदक कू पीव ॥ भंग कहै सो बावरे, विजया कहें सो कुर । इसका नाम कमलापति, रहे नैन भरपूर ॥
આદિ વચને બેલીને બીજાને પણ તેવું વ્યસન કરવાને પ્રેરે છે, પણ તેઓ એ ભૂલી જાય છે કે-આ જાતના વ્યસનેથી નિત્યની પરવશતા ઉપરાંત ખાંસી, દમ વગેરે રે લાગુ પડે છે અને બુદ્ધિ તથા મરણશક્તિને નાશ થાય છે. - તમાકુનું વ્યસન પણ તેવું જ જાલીમ છે. વૈવકના ગ્રંથમાં જણાવ્યું છે કે “તમાકુ એક ઝેરી વસ્તુ છે, કારણ કે તેમાં નેશિયા કાર્બોનિક એસીડ અને મેનેશિયા નામની વસ્તુઓ રહેલી હોય છે, જે મનુષ્યનાં હૃદયને નબળું પાડે છે તથા ખાંસી, દમ વગેરે અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે. વળી એ વાત પણ લક્ષમાં રાખવી ઘટે છે કે તમાકુ પીનારનું મેટું હમેશાં ગંધાતું રહે છે અને તેનાં દાંત પર એક પ્રકારને મેલને થર બાઝી જાય છે. તેથી બીડી, સીગારેટ, ચલમ, હેકલી કે હોકો પીવાનું વ્યસન પાડવું એ નુકશાનકારક છે. જો કે તેના શોખીને તે કહે છે કે –
कृष्ण चले वैकुण्ठको, राधा पकडी बांहि । यहां तमाखू खायलो, वहां तमाखू नांहि ॥
सिर पर बंधा न सेहरा, रण चढ़ किया न रोस । लाहा जग में क्या लिया, पिया न चम्मर पोस ॥